Home /News /ahmedabad /ફેરિયાઓથી સાવધાન! ગઠિયો ચાવી બનાવવાનું કહીને વૃધ્ધાની સારવારના દાગીના ચોરી ફરાર

ફેરિયાઓથી સાવધાન! ગઠિયો ચાવી બનાવવાનું કહીને વૃધ્ધાની સારવારના દાગીના ચોરી ફરાર

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે. 

Ahmedabad Crime: મહિલાએ હ્યદયની બિમારી માટે દાગીના લોકરમાંથી કાઢી લાવી ઘરમાં રાખ્યા હતા, તિજોરી તાળું બનાવવા આવેલો શખ્સ કળા કરી ગયો

અમદાવાદઃ શહેરમાં રહેતી એક વૃધ્ધાના ઘરની તીજોરીનું તાળું ખરાબ થઇ ગયું હતું. આ દરમિયાન જ વૃધ્ધાની સોસાયટીમાં એક સાયકલ લઇને સરદારજીના સ્વાંગમાં એક વ્યક્તિ ચાવી બનાવવાનું કામ કરતો હોવાનું કહીને આવ્યો હતો. આ શખ્સે 100 રૂપિયા તાળુ સરખું કરવાના માંગ્યા હતા. બાદ તાળું સરખું કરવા માટે તેલ અને પીવા માટે પાણી મંગાવતા આ વૃધ્ધા ઘરમાં ગઇ હતી. આ એકાદ કલાકના સમય દરમિયાન જ શખ્સે હું ઠક્કરનગર રહુ છું કાલે આવીશ અને આ તાળુ રિપેર કરી દઇશ, તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં આ મહિલાએ હ્યદયની બિમારી માટે જે દાગીના લોકરમાંથી કાઢી લાવી ઘરમાં રાખ્યા હતા તે ન મળતા આ શખ્સ 5.62 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની શંકા ગઇ હતી. જેથી વૃધ્ધાએ હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સારવાર માટે મુકેલા દાગીના ચોરાઇ ગયા

કૃષ્ણનગરમાં આવેલી આદિશ્વરનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વિણાબહેન મહેતા હાલ એકલા રહે છે. એકાદ વર્ષ પહેલા કોરોનામાં તેમની સાસુનું અવસાન થયું હતું અને તેમના પતિનું છવ્વીસેક વર્ષ પહેલા અવસાન થયું હતું. આ મહિલાને હ્યદયની બિમારી હોવાથી તેમણે તેમના તમામ લાખો રૂપિયાના દાગીના લોકરમાંથી કાઢી ઘરે લાવીને મૂકી દીધા હતા. આ દાગીના વેચી હ્યદયનું ઓપરેશન કરાવવાનો તેમને વિચાર હતો. ત્યારે ગત 7મીના રોજ આ વૃધ્ધા તેમના ઘરે એકલા હતા, ત્યારે તેમની સોસાયટીમાં એક 50થી 55 વર્ષનો શખ્સ સરદારજીના સ્વાંગમાં આવ્યો હતો. તે તાળા રિપેરીંગ અને ચાવી બનાવવાનું કામ કરતો હોવાથી વૃધ્ધાએ તેની તીજોરીનું બગડેલું લોક બનાવવા માટે બોલાવ્યો હતો.

આ પણ વાંચો: 'તું કેરેક્ટરલેસ છે, મને તારી સાથે પ્રેમ નથી', પ્રેમમાં ફસાવી બે વાર ગર્ભપાત કરાવ્યો

આ શખ્સે 100 રૂપિયા તાળુ સરખું કરવાના માંગ્યા હતા. ચાવી બનાવવાના કામ દરમિયાન જ આ શખ્સે તાળું સરખું કરવા માટે તેલ અને પીવા માટે પાણી મંગાવતા આ વૃધ્ધા ઘરમાં ગઇ હતી. આ એકાદ કલાકના સમય દરમિયાન જ શખ્સે હું ઠક્કરનગર રહુ છું કાલે આવીશ અને આ તાળુ રિપેર કરી દઇશ, તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં આ મહિલાએ હ્યદયની બિમારી માટે જે દાગીના લોકરમાંથી કાઢી લાવી ઘરમાં રાખ્યા હતા તે ન મળતા આ શખ્સ 5.62 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનો શક ગયો હતો.

અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા હતા

જેથી વૃધ્ધાએ હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પૂર્વ વિસ્તારમાં સરદારજીના સ્વાંગમાં ચાવી બનાવવાનું કામ લઇને આવનાર શખ્સો આ રીતે ચોરી કરીને ફરાર થઇ જતા હતા. જેમાં જે તે પોલીસ અને ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓએ આરોપીઓ પકડ્યા હતા, પણ વધુ એક ઘટના ફરી વાર બનતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन