Home /News /ahmedabad /

અમદાવાદ: પ્રેમિકા સાથે Fun માટે માલિક સાથે વિશ્વાસઘાત, લાખોનું કરી નાંખ્યું

અમદાવાદ: પ્રેમિકા સાથે Fun માટે માલિક સાથે વિશ્વાસઘાત, લાખોનું કરી નાંખ્યું

ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાન મોજશોખ કરવા નીકળી પડ્યો હતો

Crime News: આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી પ્રેમિકા સાથે રાજસ્થાન મોજશોખ કરવા નીકળી પડ્યો હતો, પરંતુ સીસીટીવીથી આરોપીનો ભાંડો ફૂટ્યો.

અમદાવાદ: પ્રેમિકા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો (betrayed his boss) હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીમાંથી ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા (girlfriend) સાથે રાજસ્થાન મોજશોખ (fun with his girlfriend in Rajasthan) કરવા નીકળી પડ્યો હતો, પરંતુ સીસીટીવીથી (CCTV footage) આરોપીનો ભાંડો ફૂટ્યો અને નવરંગપુરા પોલીસે આંગડિયા કર્મચારી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં રહેલ આંગડિયા પેઢીનો કર્મચારી રવિ વાળંદ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સીજી રોડ પર આવેલી એમ.કે. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારી રવિ વાળંદએ પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળી 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ .આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી કરાવ્યો હતો. બાદમાં આ હવાલાના રૂપિયા આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ ,વિજય કુમાર લેવા ગયા હતા. જોકે, કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો: રાજકોટ: પોલીસને દાદાગીરી કરવી ભારે પડી, કોર્ટે SPને કર્યો આ આદેશ

જે બાદ સામે આવ્યું કે હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા અને રવિ વાળંદ ક્લોલની આંગડિયા પેઢી બહાર ગાડીમાં બેઠો હતો. જે બાબતે ઠગાઈની ફરિયાદ નોંધાતા જ અગાઉ નવરંગપુરા પોલીસે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી. જે બાદ સામે આવ્યું હતું કે રવિએ બન્ને જણાને પૈસા લેવા જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

આંગડિયા પેઢીનો કર્મચારી રવિ વાળંદ મોટ ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રવિ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા. નોંધનીય છે કે, મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા ત્રણેક વર્ષથી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, પરંતુ પ્રેમિકા સાથે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અગાઉ પકડાયેલ જીતેન્દ્ર અને વિજય નામના આરોપીની મદદગારી સામે આવતા તે લોકોને પણ કાયદાના પાઠ ભણાવ્યા છે.

આરોપીઓ પાસેથી છેતરપિંડીના પૈસા રિવકર થયા ન હોવાથી આરોપીઓએ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે અને મદદગારી કરનાર બન્ને મિત્રોનો છેતરપિંડીના પૈસામાં તેમનો કોઈ ભાગ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News, Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन