અમદાવાદ : પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ (Teachers Day). શિક્ષણ દિવસના બરાબર એક દિવસ પહેલા જ 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' વિજેતા શિક્ષક તેમજ વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ને ભણાવનારા એવા મનસુખભાઈ હરજીવનભાઈ મહેતા (Virani High School Ex-Principal Mansukhbhai Mehta)નું 81 વર્ષની વયે અવસાન થયું છે. મનસુખભાઈ મહેતા રાજકોટની ખૂબ જ પ્રસિદ્ધ વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હતા. અમદાવાદની ખાનગી હૉસ્પિટલ (Hospital) ખાતે કોરોનાની સારવાર (Corona Treatment) દરમિયાન તેઓનું નિધન થયું છે. તેમના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
વિજય રૂપાણીનું ટ્વીટ:
"‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા મારા આદર્શ શિક્ષક અને રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રીમનસુખભાઈ મહેતાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એજ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.ૐ શાંતિ"
મનસુખભાઈ મહેતાનું નિધન આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે થયું છે. આવતીકાલે એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ છે. કોરોના સામે હારી જનારા મનસુખભાઈને વર્ષ 1990માં રાજ્ય સરકાર અને વર્ષ 1994માં કેન્દ્ર સરકારે 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે સન્માનિત કર્યાં હતાં. તેઓ વર્ષ 1990માં વિરાણી હાઇસ્કૂલ સાથે જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક હસ્તીઓ તેમના વિદ્યાર્થી રહી ચુક્યા છે. વિજય રૂપાણીએ પાંચમાં ધોરણથી 11માં ધોરણ સુધી વિરાણી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શિક્ષક ઉપરાંત તેઓ રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના નજીકના લોકોના કહેવા પ્રમાણે તેઓ અંતિમ સમય સુધી સક્રિય રહ્યા હતા. આચાર્ય તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ તેઓ રામકૃષ્ણ મિશન માટે કામ કરતા રહ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર