Home /News /ahmedabad /Ahmedabad: શું તમે ક્યારે ઘંટડીઓમાં અવનવી પેટર્ન જોઈ છે ખરી? આ માર્કેટમાં 100થી વધુ ડિઝાઈન છે ઉપલબ્ધ

Ahmedabad: શું તમે ક્યારે ઘંટડીઓમાં અવનવી પેટર્ન જોઈ છે ખરી? આ માર્કેટમાં 100થી વધુ ડિઝાઈન છે ઉપલબ્ધ

રોગાન

રોગાન પેઈન્ટિંગ, કોપર બેલ, મડ-મિરર વર્ક વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

અબ્દુલા લુહાર કચ્છ-ભુજના વતની છે. તેમની પાસે અલગ અલગ પ્રકારના મટિરીયલમાં બેલ જોવા મળે છે. તેમાં 100 થી પણ વધારે પ્રકારની ડિઝાઈનોમાં બનાવેલી ઘંટડીઓ મળી રહે છે. તેમાં મિક્સ ધાતુમાં તાંબુ, લોખંડ, પિત્તળ, કાંસુ વગેરેમાં મળી રહે છે.

    Parth Patel, Ahmedabad: આ હસ્તકલા મેળામાં હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે.

    1. અબ્દુલા લુહાર

    તેઓ કચ્છ-ભુજના વતની છે. તેમની પાસે અલગ અલગ પ્રકારના મટિરીયલમાં બેલ જોવા મળે છે. તેમાં 100 થી પણ વધારે પ્રકારની ડિઝાઈનોમાં બનાવેલી ઘંટડીઓ મળી રહે છે. તેમાં મિક્સ ધાતુમાં તાંબુ, લોખંડ, પિત્તળ, કાંસુ વગેરેમાં મળી રહે છે. આની ખાસિયત એ છે કે કોઈપણ બેલમાં વેલ્ડિંગ કે જોઈન્ટ જોવા મળતા નથી. તે રીતે ખાસ બનાવવામાં આવ્યા છે. તેની કિંમત 50 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની છે.

    2. લુતફ અલી મુતવા

    તેઓ કચ્છમાં આવેલા ધોરડાના વતની છે. તેમની પાસે કોટિ, ચણિયાચોળી તથા નેકલેસમાં ગળાની માળા વગેરે જોવા મળે છે. તેમાં કચ્છી મુતવા વર્કમાં દુપટ્ટા, કોટિ, બ્લાઉઝ, બેગ જેવી વસ્તુઓ મળી રહે છે. ખાસ વાત એ છે કે તેમની પાસે એન્ટિક બેગનું કલેક્શન પણ જોવા મળી રહે છે.જેમાં ચણિયાચોળીની કિંમત 500 થી 5000, કોટિની કિંમત 300 થી 1200, કચ્છી બાંધણીના દુપટ્ટાની કિંમત 400 તથા બેગની કિંમત 500 થી 1000 રૂપિયા સુધીની છે.

    3. વિનલ પંડ્યા

    તેઓ મૂળ કચ્છના વતની છે. તેમની પાસે આહિર ભરતકામ, કચ્છી વર્ક કરેલા દુપટ્ટા, ચણિયાચોળી તથા અન્ય વસ્તુઓ જોવા મળે છે. જેની કિંમત 150 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની છે. ખાસ કરીને નવરાત્રીને લઈને ઘણી વેરાયટીઓ રાખવામાં આવી છે.આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: નવરાત્રિ પછી છિદ્રવાળા ગરબાનું તમે પણ આ રીતે કરી શકો છો સદ્દઉપયોગ

    રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

    આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

    સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
    First published:

    Tags: Ahmedabad news, Fair, Kutch Handicraft

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन