Home /News /ahmedabad /Ind vs NZ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ માટે મોટો સવાલ, કાશ્મીરી યુવકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ પહોંચ્યા
Ind vs NZ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ માટે મોટો સવાલ, કાશ્મીરી યુવકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ પહોંચ્યા
આ લોકોનો ઉદેશ્ય માત્ર મેચ જોવાનો હતો કે પછી અન્ય કોઈ કારણ હતું.
પોલીસની તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આ લોકો કાળુપુરમાં હજ હાઉસમાં રોકાયેલા છે. હજ હાઉસના જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તો તેમનું કેહવુ છે કે આ લોકો આવ્યા અને જમ્યા પછી સુઇ ગયા અને ત્યાર બાદ તે લોકો નીકળી ગયા હતા.
અમદાવાદ: અમદાવાદમાં આવેલ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ત્રીજી ટી-20 મેચ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે થવા જવાની છે તે પેહલા સ્ટેડિયમ પાસેથી 4 શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. આ ચારેય યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે.
ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન 3 સ્કોડ પેટ્રોલિંગમાં હતી તે સમયે આ લોકો ફરી રહ્યા હતા અને તેમની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. તમામ યુવકો મેચ જોવા આવ્યા હોવાની વાત કરી રહ્યા છે પરંતુ તેમની પાસેથી કોઈ ટિકિટ મળી આવેલ નથી, જેથી શંકા વધુ પ્રબળ થઈ રહી છે. મહત્વ નું છે કે મેચના 3-4 દિવસ પેહલા તે લોકો કેમ આવી ગયા તે પણ એક મોટો સવાલ ક્રાઈમ માટે ઊભો થયો છે. ચારેય યુવકોની હિલચાલ શંકાસ્પદ લાગતી હોવાથી તમામની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કેહવુ છે કે જે જગ્યા સામાન્ય રીતે કોઈ જતું નથી તે જગ્યા ઉપર આ લોકો હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તમામ લોકો શ્રીનગર પાસે આવેલ વડગામના છે અને જ્યાં હાલમાં let ના આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવેલ જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે કે આ લોકોના તાર તેમની સાથે તો નથી ને. શું તે લોકો તે બીકના કારણે ભાગીને આવી ગયા છે?
પોલીસની તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આ લોકો કાળુપુરમાં હજ હાઉસમાં રોકાયેલા છે. હજ હાઉસના જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તો તેમનું કેહવુ છે કે આ લોકો આવ્યા અને જમ્યા પછી સુઇ ગયા અને ત્યાર બાદ તે લોકો નીકળી ગયા હતા. ક્રાઈમની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ લોકો પાલનપુર તેમના ધાર્મિક સ્થળ ઉપર આવતા રહેતા હોવાનુ પણ સામે આવી રહ્યું છે. જેથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે આ લોકોનો ઉદેશ્ય માત્ર મેચ જોવાનો હતો કે પછી અન્ય કોઈ કારણ હતું. શું આ લોકો રેકી કરવા આવ્યા હતા? આવા તમામ સવાલોનો જવાબ મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.