Home /News /ahmedabad /અમદાવાદ: નેશનલ ગેમ્સના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ શેર કર્યો સ્ટેડિયમનો એરિયલ વ્યૂ

અમદાવાદ: નેશનલ ગેમ્સના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ શેર કર્યો સ્ટેડિયમનો એરિયલ વ્યૂ

પીએમ મોદીએ શેર કર્યો સ્ટેડિયમનો એરિયલ વ્યૂહ

PM Modi inauguration National Games: આ સાથે જ તેમણે લખ્યું છે કે, હું બહુ જલ્દી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન માટે ત્યાં જઈ રહ્યો છુ.

    અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેવો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ કરાવવાના છે. આને લઇને ભારે ઉત્સુકતા વચ્ચે પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એરિયલ વ્યૂહ પોસ્ટ કર્યો છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, હું બહુ જલ્દી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન માટે ત્યાં જઈ રહ્યો છુ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવવાના છે. આ કાર્યક્રમમાં ઘણા એવા કલાકારો છે, જેઓ પીએમ મોદી સમક્ષ પોતાની કલાના ઓજસ પાથરશે. તેલગંણાથી આવેલુ ગ્રુપ પીએમ મોદી સમક્ષ આદીવાસી નૃત્યનુ પર્ફોમ કરશે.

    PM મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરાવવાના છે, જેને લઇે સ્ટેડિયમ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને દર્શકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. લોકોમાં પણ આ ઇવેન્ટને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 6 મહાનગરમાં 36 જેટલી રમતો રમાશે.


    આ પણ વાંચો: ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રોજગારીની સેંકડો તક આપશે: ભાવનગરમાં પીએમ મોદી

    રાજ્યમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના 6 શહેરમાં 36માં નેશનલ ગેમ્સનું શરુઆત કરવામાં આવશે. ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ શહેરોમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવવા જઇ રહ્યો છે. 6 મહાનગરમાં 36 જેટલી રમતો રમાશે. જેમાં 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી રમતો રમાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, National Games 2022, PM Modi પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन