Home /News /ahmedabad /ચૂંટણીના 15 દિવસ પહેલા જ ભાજપના 'ચાણક્ય' એ જણાવી દીધુ હતું કે ભાજપને કેટલી બેઠક મળશે!
ચૂંટણીના 15 દિવસ પહેલા જ ભાજપના 'ચાણક્ય' એ જણાવી દીધુ હતું કે ભાજપને કેટલી બેઠક મળશે!
ગુજરાતની ચૂંટણી પહેલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
Gujarat assembly elections result 2022: નેટવર્ક18 ના એમડી અને ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે સુપર એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે,‘અમે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતની પ્રજાની ઉમ્મીદો પર હંમેશા ખરા ઉતરીએ છીએ.’
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી જીત તરફ આગળ વધી છે અને બપોરે 3 વાગ્યા સુધીમાં જ બીજેપીને ભારે બહુમત મળી ગયો છે. ગુજરાતમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ વખતે ભાજપ રેકોર્ડ તોડ 157થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. ત્યારે થોડા સમય પહેલા ગૃહ મંત્રી અમિત શાહે News18 હિંદીના ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં પણ જણાવ્યું હતું કે, ભાજપ આ વખતે સૌથી વધુ વોટ અને સીટ જીતીને રાજ્યમાં મોટી જીત હાંસલ કરશે.
ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીજેપીની ભારે બહુમત સાથે સરકાર બનાવવો દાવો કર્યો હતો. નેટવર્ક18 ના એમડી અને ગ્રુપ એડિટર રાહુલ જોશી સાથે સુપર એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે,‘અમે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતની પ્રજાની ઉમ્મીદો પર હંમેશા ખરા ઉતરીએ છીએ.’
ભાજપના ચાણક્ય કહેવાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં ભાજપ એકજૂટ છે. અહીં કોઈ સંઘર્ષ નથી. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે ભાજપ સરકારમાં માત્ર ભૂપેન્દ્ર પટેલ જ સીએમ બનશે.
ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં ગુજરાતની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે? આ સવાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'અમારો વોટ શેર ચોક્કસપણે વધશે. સીટો પણ વધશે, જંગી બહુમતી સાથે સરકાર બનશે. અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે જેમા ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. ત્યા જ આ વખતની ચૂંટણીમાં કોગ્રેસ 20 બેઠકની અંદર સમેટાતી નજર આવી રહી છે. આ દેશની સૌથી જૂની પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ગુજરાતના ખુણે-ખુણે ભાજપનો નારો લગભગ સાચો સાબિત થતો નજર આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના પરિણામોને જોતા ભરતીય જનતા પાર્ટી 157 બેઠકો પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં બીજેપીની મુખ્ય વિરોધી કોંગ્રેસ આ વખતે માત્ર 20 સીટો પર સમેટાતી નજર આવી રહી છે.