Home /News /ahmedabad /Rahul Gandhi Speech: સરદાર પટેલનું નામ લઇ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

Rahul Gandhi Speech: સરદાર પટેલનું નામ લઇ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. (તસવીર: ANI)

Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકશાહી પર હુમલો, ગુજરાતની જનતા પર હુમલો, કોઈ બોલી શકતું નથી. આ એક એવું રાજ્ય છે જ્યાં અવરજવર માટે પરવાનગી લેવી પડે છે.

    અમદાવાદ: આજે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધુ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપને આડે હાથે લેતા જણાવ્યુ કે, ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવી. સરદાર પટેલ માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તે ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. જો તમે સરદાર પટેલજીના ભાષણો સાંભળશો કે વાંચશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ કાંઇ નથી કહ્યુ. ભાજપ એક તરફ સરદાર પટેલની દુનિયામાં સૌથી મોટી મૂર્તિ બનાવી દે છે તો બીજી બાજુ તેમને જે માટે કામ કર્યું તેમની વિરુદ્ધમાં આખો સમય કામ કરે છે.

    આ ઉપરાંત, સંબોધનમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા છે. ટ્વિટર પર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અંગે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'અમારા વાયદા હવે બનશે કાયદા. ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને 2022માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે.'

    રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકશાહી પર હુમલો, ગુજરાતની જનતા પર હુમલો, કોઈ બોલી શકતું નથી. આ એક એવું રાજ્ય છે જ્યાં અવરજવર માટે પરવાનગી લેવી પડે છે. જેની સામે આંદોલન કરવું હોય, તેની પરવાનગી પહેલા લેવી પડે છે. આ ગુજરાત છે. જો કોઈને ભારતમાં વેપાર સમજવો હોય તો તેણે ગુજરાતમાં આવવું જોઈએ પરંતુ નાના અને મધ્યમ વેપારીઓ ગુજરાતની તાકાત છે. ગુજરાત સરકાર નાના વેપારીઓને કોઈ મદદ કરતી નથી. નોટબંધીથી નાના વેપારીઓને ફાયદો થયો નથી. મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે. તમે કોઈપણ વેપારીને પૂછશો તો તે કહેશે કે GSTના કારણે માત્ર ખોટ... ખોટ... ખોટ... છે.



    'સરદાર પટેલ કહેશે સરકારને ફેંકી દો'

    જો તમારે અત્યાચાર સામે અવાજ ઉઠાવવો હોય તો એ જ ઉદ્યોગપતિઓની પરવાનગી લેવી પડશે. શું સરદાર પટેલે આંદોલન માટે અંગ્રેજો પાસેથી પરવાનગી લીધી હતી? તમે અંગ્રેજો પાસે જઈને કહ્યું કે ભાઈ અમને આંદોલનની પરવાનગી આપો? જો આજે સરદાર પટેલ હોત અને તમે તેમને કહ્યું હોત કે આંદોલન માટે સરકારની પરવાનગી લેવી પડશે, તો સરદાર પટેલે કહ્યું હોત કે આવી સરકારને ઉખાડીને ફેંકી દો.

    આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    'પટેલે લોકશાહી સંસ્થાઓ ઊભી કરી'

    સરદાર પટેલ કોઈ વ્યક્તિ ન હતા. તેઓ ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેમના મોઢામાંથી જે પણ નીકળ્યું તે ગુજરાત અને ભારતના ખેડૂતોના હિત માટે હતું. સરદાર પટેલને વાંચો, તેમનું ભાષણ સાંભળો, તેમણે તેમના જીવનમાં ખેડૂતો સામે એક શબ્દ પણ નથી બોલ્યા. તેમણે ગુજરાતની લોકશાહી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. સરદાર પટેલ વિના અમૂલનો જન્મ જ ન થઈ શક્યો હોત.

    આ પણ વાંચો- સાવરકુંડલામાં ગણપતિને રૂપિયા 21 લાખની ચલણી નોટોનો શણગાર કરાયો

    'પટેલ અબજોપતિઓની લોન માફ કરતા નહી'

    જો સરદાર પટેલ હોત તો તેમણે અબજોપતિઓની લોન માફ કરી ન હોત. જો તે ત્યાં હોત તો ખેડૂતો સામે કાળા કાયદાનો અમલ ન કરી શક્યા હોત. એક તરફ તેઓ મૂર્તિઓ બનાવે છે અને બીજી તરફ તેમની વિચારસરણી પર હુમલો કરે છે. અમે ખેડૂતોની લોન માફ કરી. જે રાજ્યમાં અમને સત્તા મળી ત્યાં ખેડૂતોની લોન માફીનું પહેલું કામ કર્યું. અહીં પણ 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: BJP Vs Congress, Rahul gandhi latest news, અમદાવાદ, ગુજરાત, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन