Home /News /ahmedabad /Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવે તેવી થિયરી અપનાવી

Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવે તેવી થિયરી અપનાવી

પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા પત્રકાર પરીષદ કરી હતી.

Gujarat Politics: 1980 બાદ પૂર્વ મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી રાજકારણની ભુંકપ સર્જ્યો હતો. જેના પરિણામ ભાગ રૂપે કોંગ્રસને 147 બેઠક મળી હતી.

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ખામ થીયરી એટલે KHAM ઘણી પ્રચલિત છે. પરંતુ 2022ની ચૂંટણીમાં BDAM થિયરી કોંગ્રેસે લાગુ કરી છે. ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમાજ, દલિત સમાજ, લઘુમતિ સમાજ અને આદિવાસી સમાજના ધારાસભ્ય સાથે રાખી કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરી BDAM થીયર લાગુ કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા પત્રકાર પરીષદ કરી સરકારને આડે હાથ લેતા જણાવ્યુ હતું કે, ભાજપ શાસનમાં બક્ષી પંચ, આદિવાસી, દલિત અને લઘુમતી સમાજની ઉપેક્ષા કરાઇ છે. ગુજરાતમાં 82 ટકા સમૂહ આ ચાર સમાજનો હોવા છતા સમાજને કોઇ બજેટ ફાળવણી કરાતી નથી. બીન અનામત આયોગ બનાવ્યું છે. સરકાર બિન અનામત આયોગને હજારો કરોડના બજેટની ફાળવણી કરી છે. પરંતુ ઓબીસી સમાજની વસ્તી વધુ હોવા છતા બજેટની ફાળવણી ઓરમાયું વર્તન રખાયુ છે. કોંગ્રેસ બીન અનામત વર્ગના લોકોના વિરોધ નથી કરી રહી પરંતુ સરકારે અતી પીછળા વર્ગ સામે જોવું જોઇએ. તેઓનો પણ સરકારના બજેટ પર એટલો જ હક્ક છે જેટલો અન્ય સમાજ અને જ્ઞાતિઓનો છે.

આ પણ વાંચો- ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું

વધુમાં ચાવડાએ કહ્યું હતું કે ભાજપના 27 વર્ષમાં સાશનમાં B-બક્ષી પંક્ષ, D-દલિત, A-આદિવાસી અને M-માઇનોરિટ સમાજ સાથે અન્યાય કર્યો છે. કોંગ્રસ આ સમાજના હિતમાં રાજ્યભરમા મોટા સંમેલન આયોજન કરશે. ઝોન વાઇઝ અને જિલ્લા મુજબ સંમેલન કરી સરકાર નિતીઓ વિરોધ કરશે. રાજ્ય કક્ષાનું સંમેલન ગાંધીનગર જિલ્લામાં કરી સરકારને આખરી ચેતવણી આપવામાં આવશે.

આ પણ વાંચો- પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 'સેવા પખવાડિયા' તરીકે ઉજવશે, પ્રદેશકક્ષાએ જવાબદારીઓ સોંપાઇ

મહત્વપૂર્ણ છે કે 1980 બાદ પૂર્વ મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી રાજકારણની ભુંકપ સર્જ્યો હતો. જેના પરિણામ ભાગ રૂપે કોંગ્રસને 147 બેઠક મળી હતી. જે વિધાનસભામાં સૌથી વધુ બેઠક પક્ષ મળનાર રેકોર્ડ કોઇ તોડી શક્યુ નથી. ફરી કોંગ્રસ ચૂંટણી પહેલા મોટો દાવ રમવા જઇ રહી છે. જોવાનું રહેશે કે BDAM થિયરી કેટલી કારગર સાબિત થાય છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly by-elections, Assembly Election 2022, Gujarat Congress President, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन