ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વન ડે ટી-20માં ગુજરાતના ત્રણ ખેલાડી, વિરાટ કોહલી કેપ્ટન

Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 4:49 PM IST
ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વન ડે ટી-20માં ગુજરાતના ત્રણ ખેલાડી, વિરાટ કોહલી કેપ્ટન
ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વનડે અને ટી-20 સામેની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થયો છે તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે રાજીનામું આપતાં વિરાટ કોહલીને સુકાન સોંપવામાં આવ્યું છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 6, 2017, 4:49 PM IST
નવી દિલ્હી # ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વનડે અને ટી-20 સામેની સીરીઝ માટે ભારતીય  ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થયો છે તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે રાજીનામું આપતાં વિરાટ કોહલીને સુકાન સોંપવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડ વિરૂધ્ધ થનારી વનડે અને ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની અધ્યક્ષતામાં પસંદ કરાયેલ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે.

ધોનીએ વનડે અને ટી-20 ટીમની કપ્તાની છોડી દેતાં વિરાટને આ જવાબદારી મળી છે. ટીમમાં ધોની રમશે ખરો પણ કેપ્ટનશીપ નહીં કરે. ટીમમાં યુવરાજસિંહની ઘર વાપસી થઇ છે.

અહીં નોંધનિય છે કે એમએસ ધોનીએ બુધવારે વનડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ઇન્ડિયા-એ અને ઇંગ્લેન્ડ ઇલેવન વચ્ચે 50 ઓવરની બે પ્રેક્ટિંશ મેચ 10 અને 12 જાન્યુઆરીએ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

મીટીંગ પહેલા સુધી એ નક્કી ન હતું કે કેટલા સિલેકટર્સ ટીમની પસંદગી કરે, કારણ કે પાંચ પસંદગીકાર પૈકી માત્ર ત્રણ જ લોઢા પેનલની ભલામણો સંદર્ભે યોગ્ય છે. પરંતુ હવે મામલો સ્પષ્ટ થઇ ગયો છે.

વાસ્તવમાં કમિટીની ભલામણો અનુસાર પસંદગીકારનું પૂર્વ ટેસ્ટ ક્રિકેટર હોવું જરૂરી છે, પરંતુ પાંચ પસંદગીકારમાંથી માત્ર એમએસકે પ્રસાદ, દેવાંગ ગાંધી અને સરનદીપસિંહે જ ટેસ્ટ ક્રિકેટ મેચો રમી છે. બાકીના ગગન ખોડા અને જતિન પરાંજપેને ટેસ્ટનો અનુભવ નથી. એમણે માત્ર વનડે મેચ જ રમી છે.

જાહેર કરાયેલી ટીમ ઇન્ડિયાની ટીમમાં લાંબા સમય બાદ યુવરાજસિંહને સ્થાન મળ્યું છે. જ્યારે ગુજરાતના ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડ્યા, જશપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે.

ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, મંદિપ સિંહ, લોકેશ રાહુલ, યુવરાજસિંહ, સુરેશ રૈના, ઋષભપંત, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જશપ્રિત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, આશીષ નહેરા

વન ડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, લોકેશ રાહુલ, શિખર ધવન, યુવરાજસિંહ, અંજિક્ય રહાણે, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, મનીષ પાંડે, જશપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ

વન ડે સીરીઝનો કાર્યક્રમ

પહેલી વન-ડે: 15 જાન્યુઆરી, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (પૂણે)

બીજી વન-ડે: 19 જાન્યુઆરી, બારામતી સ્ટેડિયમ (કટક)

ત્રીજી વન-ડે: 22 જાન્યુઆરી, ઇડન ગાર્ડન (કોલકત્તા)

ટી-20 સીરીઝ કાર્યક્રમ

પહેલી ટી-20: 26 જાન્યુઆરી, ગ્રીન પાર્ક (કાનપુર)

બીજી ટી-20: 29 જાન્યુઆરી, વીસીએ ક્રિકેટ સ્ટેડિયમ (નાગપુર)

ત્રીજી ટી-20: 1 ફેબ્રુઆરી, એમ ચિન્નસ્વામી સ્ટેડિયમ (બેંગાલુરૂ)

 
First published: January 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर