Home /News /ahmedabad /અમદાવાદમાં બાપુનગર અને દાણીલીમડામાં નજીવી બાબતે છરી ઉડી, બે યુવકો પર જીવલેણ હુમલો

અમદાવાદમાં બાપુનગર અને દાણીલીમડામાં નજીવી બાબતે છરી ઉડી, બે યુવકો પર જીવલેણ હુમલો

બાપુનગર અને દાણીલીમડામાં નજીવી બાબતે છરી ઉડી, બે યુવકો પર જીવલેણ હુમલો

Ahmedabad Crime: અમદાવાદ જૂની અદાવત અને ઝઘડાનું સમાધાન કરાવવા માટે વચ્ચે પડવાની બાબતમાં હુુમલો કરવાની ધટના બની છે. શહેરના બાપુનગર અને દાણીલીમડામાં હુમલાની ઘટનામાં પોલીસે તપાસ શરુ કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના બાપુનગર અને દાણીલીમડા વિસ્તારમાં છરી વડે હુમલો કરવાની બે ઘટનાઓ સામે આવતા ચકચારમચી ગઇ છે. બાપુનગર વિસ્તારમાં જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે, જ્યારે દાણીલીમડામાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો છે. બાપુનગરમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા અને ગેરેજ ચલાવીને પોતાનુ અને પરિવારનું ગુજરાન ચલાવતા સમીરખાન પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આશીફ કોશરઅલી, તોસીફ કોશરઅલી અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે.

બાપુનગરની હુમલાની ઘટના


થોડા દિવસ અગાઉ સમીરખાનનો ભાઈ મોઇન ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે રાતે સાડા બાર વાગ્યાની આસપાસ મોઇનનો ભાઈ સલમાન ઉર્ફે કાળીયો આવ્યો હતો અને સમીરખાનને કહ્યુ હતું કે મોઇનખાનનો ઝધડો થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા છે. સમીરખાન એક્ટીવા પર શારદાબેન હોસ્પિટલમાં ગયા હતા જ્યા મોઇને કહ્યુ હતું કે તે સુંદરમનગર ખાતે બેઠો હતો ત્યારે આશીફ તેનો ભાઇ તોસીફ અને એક યુવક આવ્યા હતા.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાત ફરી ઠંડુંગાર થશે, હાડ થીજવતી ઠંડી પડશે

ત્રણેએ બે દિવસ પહેલાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો અને મોઇનને મારમારવા લાગ્યા હતા. ત્રણેએ મોઇનને માથામાં દંડો મારીને છરીથી હુમલો કર્યો હતો. બનાવની જાણ બાપુનગર પોલીસને થતા ત્રણે શખ્સો વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે.

દાણીલીમડામાં બની મારામારીની ઘટના


આ સિવાય દાણીલીમડા વિસ્તારમાં રહેતા નાસીર છીપાએ અલ્તાફ ઉર્ફે અબ્બાસ અને સમીર છીપા વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. નાસીર રિક્ષા ચાલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે નાસીર તેના ફ્લેટની નીચે ઉભો હતો ત્યારે તેના માસીયાઇ ભાઇ જાવેદની રૂપિયાની લેતીદેતી મામલે અલ્તાફ સાથે બબાલ ચાલતી હતી.

" isDesktop="true" id="1318793" >

અલ્તાફ જાવેદને મારતો હતો ત્યારે નાસીર છોડાવવા માટે ત્યા દોડી ગયો હતો. અલ્તાફે નાસીરને ગાળો આપીને ઘરે દોડીને જતો રહ્યો હતો અને બાદમાં હથીયાર લઇને આવ્યો હતો. અલ્તાફ સાથે સમીર પણ આવ્યો હતો જ્યા બન્ને જણાએ નાસીર પર હુમલો કરી દીધો હતો. નાસીરના ગાલ તેમજ છાતીના ભાગે છરીનો ધા ઝીંકીને બન્ને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત નાસીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Ahmedabad police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन