Home /News /ahmedabad /Ahmedabad News: AMCનો વધુ એક આકરો નિર્ણય, પેપર કપ બાદ પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ મૂક્યો
Ahmedabad News: AMCનો વધુ એક આકરો નિર્ણય, પેપર કપ બાદ પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ મૂક્યો
ફાઇલ તસવીર
Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયનો ઘા હજુ રૂઝાયો નહીં ત્યાં વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક ઘા કર્યો છે.
અમદાવાદઃ મહાનગર પાલિકા દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયનો ઘા હજુ રૂઝાયો નહીં ત્યાં વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક ઘા કર્યો છે. મેડિકલ સ્ટોર અને શાકભાજી વેચાણ વખતે મળતી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે.
જાણો એએમસીએ શું નિર્ણય લીધો?
એએસમી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યુ હતુ કે, શહેરમાં સ્વચ્છતા વધુ સરસ બંને તે માટે મહાનગર પાલિકા એક પછી એક કડક પગલાં લઈ રહી છે. ચાની કિટલીઓ દ્વારા વાપરવામાં આવતા પેપર કપ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે અમદાવાદવાસીઓએ તેને સારો પ્રતિસાદ આપ્યો હતો. ભારત સરકારના નવા નિયમ અનુસાર હવે કોઈપણ વ્યક્તિ 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ પાલન અમદાવાદમાં કરવામાં આવશે. શહેરમાં આવેલી મેડિકલ સ્ટોર અને શાકભાજી વેચાણ વખતે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. આગામી એક સપ્તાહ સુધી એએમસીની 300 ટીમ શહેરમાં અલગ અલગ ઝોનમાં વેપારીઓને સમજાવશે કે આ બેગનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
નિયમ પાલન નહીં થાય તો કડક કાર્યવાહી થશે
એએમસીએ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં સ્વચ્છતા વધુ અગ્રેસર રહે તે માટે એક પછી એક અભિયાન શહેરમાં કરવામાં આવી રહ્યા છે. શહેરમાં 120 માઇક્રોનથી નીચે કોઇ પણ પ્લાસ્ટિક બેગ યુઝ કરી શકાશે નહીં. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા પગલે અનેક નિયમ તૈયાર કરવામાં આવ્યાં છે. તેમજ ભારત દેશ પ્લાસ્ટિકમુક્ત બને જેથી ધરતીને પણ સંરક્ષણ મળે તેવા ઉદેશયથી આ નિર્ણય કરાયો છે. પ્લાસ્ટિક બેગ જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવે છે, જેને કારણે કચરો વધે છે. તેમજ ચોમાસાના સમયમાં કેચપીટ પ્લાસ્ટિક જતા પાણી ભરાવાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. તેથી આ વખતે હવે પ્રતિબંધ પ્લાસ્ટિક ઉપયોગ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.