Home /News /ahmedabad /'રોગચાળા'ની કેનાલ પર લાગ્યા બેનરો, અંડરગ્રાઉન્ડ ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત કરવા માગ
'રોગચાળા'ની કેનાલ પર લાગ્યા બેનરો, અંડરગ્રાઉન્ડ ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત કરવા માગ
અંડરગ્રાઉન્ડ ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત કરવા માગ
Ahmedabad Municipal Corporation: 1200 કરોડ રુપિયાના ખર્ચે કેનાલના નવીનીકરણની વાતો કાગળ પર જ રહી હોવાનો આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષે લગાવ્યો છે. આ અંગે ખારીકટ કેનાલ પર વિવિધ જગ્યાએ બેનર - પોસ્ટર લગાવી યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ એએમસી વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા એએમસીની સામાન્ય સભાની બેઠકમાં હોબાળો મચી ગયો હતો.
અમદાવાદ: અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની જાહેરાતને 6 મહિના જેટલો સમય થયો છે. પરંતુ જાહેરાત માત્ર કાગળો પર રહી છે. જે અંગે ખારીકટ કેનાલ પર વિવિધ જગ્યાએ બેનર - પોસ્ટર લગાવી યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ દ્વારા ઓઢવ , વિરાટનગર, નિકોલ, ઈન્દ્રપુરી જેવા અલગ અલગ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા હતા.
ભારતીય યુથ કોંગ્રેસ નેતા કપિલ દેસાઇએ જણાવ્યુ હતું કે, 'અમદાવાદ મહાનગર પાલિકા શાસકો દ્વારા 6 મહિના પહેલા જાહેર કરવામાં આવેલ ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રજેક્ટ ક્યારે શરુ થશે?, ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની જાહેરાત માત્ર ચૂંટણી લક્ષી લોલીપોપ હાય તેવું લાગી રહ્યું છે. 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની જાહેરાત તો કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી 6 મહિના જેટલો સમય વિતવા છતાં પણ તેનું ખાત મુહૂર્ત કેમ કરવામાં નથી આવતું. દર વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની જાહેરાત કરીને મતદારોને ભ્રમિત કરી મત લેવાનો શાસક પક્ષનો પ્લાન માત્ર છે. આ સવાલો પુછતા બેનર લગાવી વિરોધ નોંધાવવમાં આવ્યો છે.'
1200 કરોડના બજેટની જાહેરાત માત્ર કાગળો પર: યુથ કોંગ્રેસ નેતા
આ સાથે વધુમા કપિલ દેસાઈ જણાવ્યુ હતું કે, ખારીકટ કેનાલને પ્રદુષણ મુક્ત બનાવવા તથા અંડરગ્રાઉન્ડ કરવા છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી હતી. ત્યાર બાદ સરકારે માંગણી સ્વીકારી ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવા માટે 1200 કરોડના બજેટની જાહેરાત કરી હતુ. સરકારે કરેલી જાહેરાતને 6 મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ કામગીરી શરુ કરવામાં આવી નથી. જો ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી જલ્દીથી શરુ કરવામાં નહી આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
યુથ કોંગ્રસના વિરોધને સત્તા પક્ષે માત્ર નાટક ગણાવ્યુ
ઉલ્લેખનીય છે કે, યુથ કોંગ્રસના વિરોધને સત્તા પક્ષે માત્ર નાટક ગણાવ્યુ હતું. સત્તા પક્ષ કહ્યું હતુ કે, ટુંક સમયમાં જ ખાતમુહ્ત થશે. એએમમી દ્વારા ખારીકટ કેનાલને લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અને આગામી સમયે ખારીકટ કેનાલ ખાતમુહૂર્ત કરાશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા ખારીકટ કેનાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા બેઠકમાં હોબાળા થયો હતો. આ સભામાં કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.