PSM @100: પ્રમુખ સ્વામીનગરમાં આમ તો અનેક આકર્ષણ છે. પરંતુ તેમાં સૌથી વધુ આકર્ષણ વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા બેન્ડે ખેંચ્યું છે. આ બેન્ડની ખાસિયત જાણશો તો તમને પણ નવાઈ લાગશે.
અમદાવાદઃ શહેરના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં આમ તો અનેક આકર્ષણ છે. પરંતુ તેમાં સૌથી વધુ આકર્ષણ વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા બેન્ડે ખેંચ્યું છે. આ બેન્ડની ખાસિયત જાણશો તો તમને પણ નવાઈ લાગશે.
ત્રણ બેન્ડ ખૂબ જ પ્રખ્યાત
આ બેન્ડમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા બેન્ડના એકપણ વ્યક્તિ પ્રોફેશનલ નથી. કોઈ ખેડૂત તો કોઈ વિદ્યાર્થી છે તો કોઈ નોકરી કરતો વ્યક્તિ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવમાં હજારો સ્વયંસેવકો અલગ અલગ રીતે સેવા આપી રહ્યાં છે. તેમાં કેટલાક સ્વયંસેવકોની બેન્ડની સેવા કાબિલે તારીફ છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાલમાં ત્રણ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડ્રમ બેન્ડ, ફ્લૂઇટ બેન્ડ અને પાઇપ બેન્ડ.
ગોંડલના યુવાનો દ્વારા આ બેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ બેન્ડમાં સેવા આપતા લોકોની સૌથી મોટી ખાસિયત છે કે, આ બેન્ડમાં એકપણ વ્યક્તિ પ્રોફેશનલ નથી. દરેક વ્યક્તિ સેવા આપી રહ્યો છે. તેવી જ રીતે આઠ મહિના સુધી પ્રેક્ટિસ કર્યા બાદ આ બેન્ડની ટીમ તૈયાર થઈ છે. આ બેન્ડમાં કેટલાક વ્યક્તિઓ છે જેઓ પોતાની નોકરી છોડીને પણ શતાબ્દી મહોત્સવનો એક ભાગ બન્યા છે.
આઠ મહિનાની તાલીમ લીધા બાદ આ લોકો પ્રોફેશનલ ટીમને હંફાવી દે તે પ્રકારે પર્ફોર્મ કરે છે. આ બેન્ડમાં પર્ફોર્મ કરનારા લોકોએ સવારે અને સાંજે એમ બે પ્રકારે બેન્ડ વગાડવાનું હોય છે. મહત્વનું છે કે, અત્યાર સુધી જે લોકોએ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં પકડ્યું નથી અને તેમ છતાં આટલી કુશળતાથી તેઓ બેન્ડ વગાડી રહ્યા છે તે પરફોર્મન્સ જોઈ સૌ કોઈ દંગ રહી જાય છે.