Home /News /ahmedabad /પેપર કપ પર પ્રતિબંધના કારણે કુલ્લડ માર્કેટમાં તેજી, કુલ્લડના ઓર્ડરમાં 50થી 60 ટકાનો વધારો થયો
પેપર કપ પર પ્રતિબંધના કારણે કુલ્લડ માર્કેટમાં તેજી, કુલ્લડના ઓર્ડરમાં 50થી 60 ટકાનો વધારો થયો
કુલ્લડ માર્કેટમાં તેજી
Kullad Tea Cups: અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે ચાની ચુસ્કી કુલ્લડમાં લેવા માટે માંગ ઉઠી છે. જો કે કુલ્લડ બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડની માંગ વધતા ફરી તેજી આવી છે.
અમદાવાદ: અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે ચાની ચુસ્કી કુલ્લડમાં લેવા માટે માંગ ઉઠી છે. જો કે કુલ્લડ બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડની માંગ વધતા ફરી તેજી આવી છે. જેના કારણે કારીગરોને રોજગારીમા પણ વધારો થયો છે. 50થી 60 ટકા કુલ્લડના ઓડરમાં વધારો થયો છે. એક દિવસના 1 હજાર જેટલા કુલ્લડ બનાવશે. આ સાથે લગ્ન પ્રસંગેમાં પણ ચા, સૂપ કે છાસ આપવા માટે માટીના કપ, ગ્લાસનો ઉપયોગ કરતા થયા છે. જેના માટે પણ ઓડર મળી રહ્યા છે
કુલ્લડની માંગ વધારો થયો
આ સંદર્ભે કારીગર અમૃતભાઈ પ્રજાપતિ અને ગણેશ પ્રજાપતિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘વર્ષોથી માટીથી ફુલ્લડ, ગ્લાસ, વાટકી બનાવતા હતા. પરંતુ જેમ ઓડર આવે તેવી રીતે તૈયાર કરતા હતા. પરંતુ પેપર કપ પરના પ્રતિબિંબના કારણે કુલ્લડની માંગ વધારો થયો છે. કુલ્લડના ઓડરમાં 50થી 60 ટકા વધારો થયો છે. એક મહિનામમાં 25થી 30 હજાર કુલલ્ડ બનાવશું.’
ઉલ્લેખનીય છે કે, હોલસેલમાં ચા માટેના ફુલ્લડ કિંમત 1.50 રૂપિયાથી 2.50 રૂપિયા છે. લસ્સી, છાસ માટે માટીના ગ્લાસ એક નંગના 4થી 5 રૂપિયા અને સૂપ માટેના માટીના એક કપના 5 રૂપિયા તો આઈસ્ક્રીમ માટેના માટીની વાટકીનો 5 રૂપિયા ભાવ છે.
ટી સ્ટોલના માલિક તુલસીભાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘એક પેપર કપ 30થી 50 પૈસામાં પડતો હતો. અડધી ચાનો કુલ્લડ 1.50 રૂપિયામાં પડે છે આખી ચાનો કુલલ્ડ 2 રૂપિયા પડે છે અને કાચનો કપ 5 રૂ. પડે છે. તેમ છતાં ભાવ વધારાની અસર ચાની ચૂસ્કી પર પડશે નહિ.’ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયને આવકારી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડી. સુપરિટેનડેન્ટ, ડોકટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ‘ટી સ્ટોલ પર વર્ષો પહેલા કપ રકાબીમાં ચા આપવાની સિસ્ટમ હતી. જે ફેલ ગઈ હતી. કારણ કે કપની સફાઈ જળવાતી ન હતી અને ત્યાર બાદ પ્લાસ્ટિક કપ આવ્યા અને બંધ પણ કરવામાં આવ્યો. હવે પેપર કપ પણ બંધ થશે. જો કે કાચના કપ અને ફુલ્લડમાં ચા પીવો તે પણ સારું નથી. અમદાવાદ શહેરમાં પેપર કપ પર 20 જાન્યુઆરી પ્રતિબંધ છે.અને 20 જાન્યુઆરી બાદ પેપર કપ જોવા મળશે તો કાર્યવાહી એ એમ સી દ્વારા કરવામાં આવશે