બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું કરાયું સફળ પરિક્ષણ, પાક-ચીન હવે ભારતના નિશાને

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું કરાયું સફળ પરિક્ષણ, પાક-ચીન હવે ભારતના નિશાને
ભારતે પરમાણું હથિયાર લઇ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું આજે સફળ પરિક્ષણ કર્યું છે. 4000 કિલોમીટર સુધી લક્ષ્યને ભેદવાની ક્ષમતાવાળી આ મિસાઇલનું ઓરિસ્સાના કિનારે આવેલ એક પરિક્ષણ રેન્જમાં પરિક્ષણ કરાયું હતું. સફળ પરિક્ષણને પગલે પાકિસ્તાન અને ચીન હવે ભારતની ટારગેટ હદમાં રહેશે. મિસાઇલ અગ્નિ-4નું આ પાંચમું સફળ ટેસ્ટિંગ હતું.

  • Share this:
બાલેશ્વર # ભારતે પરમાણું હથિયાર લઇ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું આજે સફળ પરિક્ષણ કર્યું છે. 4000 કિલોમીટર સુધી લક્ષ્યને ભેદવાની ક્ષમતાવાળી આ મિસાઇલનું ઓરિસ્સાના કિનારે આવેલ એક પરિક્ષણ રેન્જમાં પરિક્ષણ કરાયું હતું. સફળ પરિક્ષણને પગલે પાકિસ્તાન અને ચીન હવે ભારતની ટારગેટ હદમાં રહેશે. મિસાઇલ અગ્નિ-4નું આ પાંચમું સફળ ટેસ્ટિંગ હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તા સિતાંશુકરે કહ્યું કે, લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ અગ્નિ-4નું સફળ પરિક્ષણ ડો.એ.પી.જે અબ્દુલ કલામ આઇલેન્ડના લોન્ચ કોમ્પલેક્ષમાંથી સવારે અંદાજે નવ વાગેને 45 મિનિટે કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર બળોના શસ્ત્રાગારમાં અગ્નિ-1,2,3 અને પૃથ્વી અગાઉથી જ તૈનાત છે. જે 3 હજાર કિલોમીટરની ટારેગટ ક્ષમતા ધરાવે છે. જમીનથી જમીન પર માર કરનાર મિસાઇલ અગ્નિ-4 સંપૂર્ણ સ્વદેશી છે. બે તબક્કાની આ મિસાઇલ અંદાજે 20 મીટર લાંબી અને 17 ટન વજનની છે.
First published: November 9, 2015
વધુ વાંચો
अगली ख़बर