Home /News /ahmedabad /અમદાવાદમાં ડેન્ગ્યૂનો તરખાટ: બાલાજી ગ્રુપના ચેરમેન તેમજ જાણીતા બિલ્ડર આશિષ શાહની અણધારી વિદાય

અમદાવાદમાં ડેન્ગ્યૂનો તરખાટ: બાલાજી ગ્રુપના ચેરમેન તેમજ જાણીતા બિલ્ડર આશિષ શાહની અણધારી વિદાય

આશિષ શાહ

Ahmedabad Dengue: આશિષ શાહને આઠમી ઓગસ્ટના રોજ ઝાયડસ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. એ પહેલા તેમને નજીક એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબિયતમાં કોઈ સુધાર ન આવતા ઝાયડસ રિફર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યૂને કારણે નિધન થયું હોવાના સમાચારથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી દાખલ આશિષ શાહ આખરે ડેન્ગ્યૂ અને કિડની ફેલ્યોર સામે હારી ગયા હતાં. બુધવારે સવારે ટૂંકી માંદગીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપોરે ત્રણ વાગ્યે સાબરમતી સ્થિત તેમના ઘરેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અણધારી વિદાયથી પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અંગે હૉસ્પિટલની ટોપ ઓથોરિટી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આશિષ શાહને આઠમી ઓગસ્ટના રોજ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. એ પહેલા તેમને નજીક એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબિયતમાં કોઈ સુધાર ન આવતા ઝાયડસ રિફર કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યૂની અસરને કારણે તેની કિડની પર મોટી અસર પડી હતી.

કોણ છે આશિષ શાહ?


આશિષ શાહ એટલે રિયલ એસ્ટેટ સેક્ટરનું એ વ્યક્તિત્વ જેણે જોત જોતામાં અનેક વૈભવી સ્થળોએ પોતાના પ્રોજેક્ટ લોન્ચ કર્યા. તેમના બધા જ પ્રોજેક્ટ સફળ પણ ગયા છે. અમદાવાદનો અગોરા મોલનો પ્રોજેક્ટ તેમનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો. આ સાથે શ્રી બાલાજી ગ્રીન વેલી પ્રોજેક્ટ માટે પણ તેઓ ખ્યાતિ પામ્યા હતાં. આ સિવાય અમદાવાદ, મહેસાણા, વડોદરા, મુંબઈમાં વૈભવી રિયલ એસ્ટેટના બજારમાં તેમને પોતાની કુશળતાનો ઉપયોગ કર્યો હતો.


અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનો તરખાટ


અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી ડેન્ગ્યૂના કેસ સૌથી વધારે વધી રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસમાં 60 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં 3 અને અસારવા સિવિલ માં 14 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. ડેન્ગ્યૂના સૌથી વધારે કેસ બોપલ, બોડકદેવ, વટવા, નિકોલ, રામોલમાં જોવા મળ્યા છે. મંગળવારે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ઝાડા-ઉલટીના 312 કેસ, કમળાનાં 71 અને ટાઇફોઇડના 102 કેસ નોંધાયા છે. મેલેરિયાના 47, ચિકનગુનિયાના ત્રણ તેમજ ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો છે.
" isDesktop="true" id="1237773" >

ગુજરાતના અન્ય અપડેટ્સ:


જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત


સાબરકાંઠા જિલ્લામાં રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે જ માઠા સમાચાર આવ્યા છે. ગાંભોઈ (Gambhoi) ખાતે એક નવજાતને જમીનમાં જીવતી જ દાટી દેવાનો બનાવ (Newborn girl buried in field) સામે આવ્યો હતો. આ બાળકીનું સારવાર દરમિયાન નિધન થયું છે. સાબરકાંઠાના હિમતનગર (Himmatnagar) ખાતે બાળકીની સારવાર ચાલી રહી હતી. ગાંભોઈ ખાતે બાળકીને જમીનમાં દાટી દેવામાં આવી હતી. અધૂરા માસે જન્મ થયો હોવાથી બાળકીને દાટી દેવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. આ દરમિયાન કોઈનું ધ્યાન પડતા બાળકીને જમીનમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકી NICU વિભાગમાં વેન્ટિલેટર પર હતી. બાળકીની સારવાર માટે પાટણથી પણ તબીબની ટીમ બોલાવવામાં આવી હતી. જોકે, સારવાર કારગર ન રહેતા અંતે બાળકીએ દમ તોડી દીધો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Dengue, અમદાવાદ, આરોગ્ય, હોસ્પિટલ

विज्ञापन