બાબરી વિધ્વંસ કેસ: SCમાં અડવાણી, જોશી અને ઉમા સહિત 13 સામે આજે સુનાવણી

Haresh Suthar | News18 Gujarati
Updated: April 19, 2017, 10:24 AM IST
બાબરી વિધ્વંસ કેસ: SCમાં અડવાણી, જોશી અને ઉમા સહિત 13 સામે આજે સુનાવણી
1992માં બાબરી વિધ્વંસ મામલે આજે સુપ્રી કોર્ટમાં મહત્વનો ચુકાદો થવાનો છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણસિંહ સહિત 13 લોકો સામે ગુનાહિત ષડયંત્ર અંતર્ગત કેસ ચલાવી શકાય એમ છે કે નહીં.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 19, 2017, 10:24 AM IST
નવી દિલ્હી #1992માં બાબરી વિધ્વંસ મામલે આજે સુપ્રી કોર્ટમાં મહત્વનો ચુકાદો થવાનો છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણસિંહ સહિત 13 લોકો સામે ગુનાહિત ષડયંત્ર અંતર્ગત કેસ ચલાવી શકાય એમ છે કે નહીં.

આ ઉપરાંત કોર્ટ એ પણ નક્કી કરશે કે રાયબરેલી અને લખનૌમાં ચાલી રહેલા બે કિસ્સાઓની સુનાવણી એક સાથે લખનૌની કોર્ટમાં ચલાવામાં આવે કે નહીં.

અહીં નોંધનિય છે કે, ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ અને ન્યાયમૂર્તિ રોહિટન ફલી નપીમનની પીઠે છઠ્ઠી એપ્રિલે આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે ન્યાય કરવા ઇચ્છે છે કે જે છેલ્લા 17 વર્ષથી માત્ર ટેકનિક ગરબડીને લીધે અટક્યો છે.
First published: April 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर