Home /News /ahmedabad /બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત: આવતીકાલે અંબાજી માતાના કરશે દર્શન 

બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત: આવતીકાલે અંબાજી માતાના કરશે દર્શન 

બાબા બાગેશ્વર અંબાજી માતાના દર્શન કરવા જશે

બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત: બાબા બાગેશ્વર અંબાજી માતાના દર્શન કરવા જશે. જાણો, બાબા બાગેશ્વરનો આવતીકાલનો કાર્યક્રમ

અમદાવાદ: બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે અને હાલમાં સુરતમાં બે દિવસ દિવ્ય દરબાર યોજાયો છે. ત્યાર બાદ અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. તે પહેલાં બાબા બાગેશ્વર અંબાજી માતાના દર્શન કરવા અંબાજી જશે. તેઓ આવતીકાલે સવારે સાડા 10 કલાકે અમદાવાદ આવી હેલિકોપ્ટરમાં અંબાજી જશે. જાણો બાબા બાગેશ્વરનો આવતીકાલનો કાર્યક્રમ.

બાબા ગુજરાતના અલગ-અલગ શહેરમાં દરબાર લગાવી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં બાબા બાગેશ્વર ચર્ચામાં છે. માત્ર ઈલેક્ટ્રોનિક મીડિયા જ નહીં સોશિયલ મીડિયા પર પણ બાબા છવાયેલા છે અને હાલમાં બાબા ગુજરાતના અલગ-અલગ શહેરમાં દરબાર લગાવી રહ્યા છે. 26 અને 27 મે બે દિવસ બાબા બાગેશ્વર સુરતમાં છે. 28 મેના રોજ બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ બાય એર આવશે. અહીંથી તેઓ 10:30 કલાકે અમદાવાદ આવી હેલિકોપ્ટરથી દાંતા જવા રવાના થશે. બાબાના કાર્યક્રમ અંગે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટક આ અંગે જણાવે છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રવિવારે અંબાજી માતાના દર્શન કરશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણી લો સોમવારે કયા રોડ રહેશે બંધ

28 મે ના રોજ બાબા બાગેશ્વરના સૂચિત કાર્યક્રમ પર નજર...

- સવારે 8 વાગે બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ બાય એર આવશે
- સવારે 10:30 વાગે અમદાવાદ આવી હેલિકોપ્ટરથી દાંતા જવા રવાના થશે
- સવારે 11:30 વાગે દાંતા હેલિપેડ પર પહોંચશે
- સવારે 12-15 વાગે અંબાજી માતાના દર્શન કરશે
- બપોરે 1 વાગે ઇસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે
- બપોરે 03:00 વાગે અંબાજીથી અમદાવાદ પરત આવશે
- સાંજે 4:30 વાગે અમદાવાદ આવી વિશ્રામ કરશે

મહત્વનું છે કે, અમદાવાદમાં બાબા બાગેશ્વર 29 અને 30 દિવ્ય દરબાર લગાવશે. ત્યાર બાદ ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં પણ બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Bageshwar dham, Dhirendra shastri, Gujarat News