Home /News /ahmedabad /આજથી B20 ઇન્સેપ્શન મીટિંગની શરૂઆત; વિદેશી ડેલિગેશનના ભોજનમાં કઠોળને અપાશે પ્રાધાન્ય

આજથી B20 ઇન્સેપ્શન મીટિંગની શરૂઆત; વિદેશી ડેલિગેશનના ભોજનમાં કઠોળને અપાશે પ્રાધાન્ય

આજથી B20 ઇન્સેપ્શન મીટિંગની શરૂઆત

B20 Inception Meeting Begins Today: બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે.

અમદાવાદ: બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે. B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.

ભારતની મુખ્ય 5 થીમ મુકવામાં આવી છે

નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંઘારે જણાવ્યું હતું કે, આજથી ગુજરાતમાં G-20 પ્રથમ સમિટ શરૂ થઈ છે. વર્ષ 2023નું G-23 નેતૃત્વ માટેની તક મળી છે અને ભારતમાં G-20 અનેક તકો લઈને આવ્યું છે. ભારતની મુખ્ય 5 થીમ મુકવામાં આવી છે. ભારત દ્વારા સ્ટાર્ટઅપ 20 ગ્રૂપ શરૂ કરવામાં આવશે. ભારતમાં 200 મીટીંગ વધુ બેઠકો થશે. આજથી 24 જાન્યુઆરી સુધી યોજશે. કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રિયમંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે.

આ પણ વાંચો: યુએસએ, કેનેડા, રશિયાના ડોક્ટર્સ જટિલ સર્જરીનો અભ્યાસ કરવા સિવિલ આવ્યા

આજથી બી-20 ઇન્સેપ્શન મીટિંગ શરૂ થઈ રહી છે

ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું, આજથી બી-20 ઇન્સેપ્શન મીટિંગ શરૂ થઈ રહી છે. 200 થી વધુ ડેલિગેશન ઉપસ્થિત રહેશે. ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતનું હેરિટેજ તે લોકોની સમક્ષ મૂકી શકીશું. આજે સાંજે દાંડી કુટિરની મુલાકાત લેશે. રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. 23 જાન્યુઆરી બિઝનેસ ડે છે. આ દરમિયાન જુદા-જુદા વિષય પર ચર્ચા થશે અને સાંજે એક કલાક ગુજરાત જી-20 એજન્ડામાં કઈ રીતે સહભાગી થઈ રહ્યું છે, ગુજરાતે અત્યાર સુધી શું કામગીરી કરી, તેની ડેલિગેશન સામે વાત મુકીશું.

લંચ અને ડિનરમાં કઠોળને પ્રાધાન્ય આપવામાં આવશે

24 જાન્યુઆરીના રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. international year of millets 2023 ઉજવી રહ્યા છે, ત્યારે વિદેશથી આવતા ડેલિગેશનને લંચ અને ડિનરમાં જે ખાણીપીણીની વસ્તુઓ આપવામાં આવશે તેમાં કઠોળને પ્રાધાન્ય આપવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन