Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓમાં ભળ્યો દેશભક્તિનો રંગ; 500 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ બનાવી

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓમાં ભળ્યો દેશભક્તિનો રંગ; 500 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ બનાવી

બાળકોમાં

બાળકોમાં દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુથી કરાયું આયોજન

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે.નૂતન વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાધીનતા સંગ્રામના શૂરવીરોની શહીદીની ગાથાનું સ્મરણ કરતા સ્કૂલના 500 વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીરૂપી રાષ્ટ્રધ્વજ બનાવ્યો

વધુ જુઓ ...
    Parth patel, Ahmedabad: સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાની (Tiranga) ઉજવણી અમદાવાદની નૂતન વિદ્યા વિહાર (Nutan Vidhya Vihar) સ્કૂલ દ્વારા વિદ્યાર્થીરૂપી રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવેલ હતો.

    500 વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીરૂપી રાષ્ટ્રધ્વજ બનાવાયો

    ભારત (India) દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી અને હર ઘર તિરંગાની (Har Ghar Tiranga) ઉજવણી ગુજરાતની અલગ અલગ સ્કૂલો, કોલેજો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યા વિહાર સ્કૂલ દ્વારા આ મહોત્સવના (Mahotsav) ભાગરૂપે તથા વિશેષમાં આ તહેવારની (Festival) ઉજવણી કરવા માટે સ્વાધીનતા સંગ્રામના શૂરવીરોની શહીદીની ગાથાનું સ્મરણ કરતા સ્કૂલના 500 વિદ્યાર્થીઓ (Students) દ્વારા વિદ્યાર્થીરૂપી રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો.

    બાળકોમાં દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુથી કરાયું આયોજન

    આ સાથે સમાજમાં (Society) દરેક વ્યક્તિઓ ભારતની આઝાદી અને તેના ગૌરવસમા તિરંગા રાષ્ટ્રધ્વજનું ગૌરવ, માન-સન્માન, આન-બાન-શાન અને દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુથી વિદ્યાર્થીઓએ તિરંગા રાષ્ટ્રધ્વજની (National Flag) આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી હતી. જેમાં 500 વિદ્યાર્થીઓએ ભેગા મળીને લહેરાતા તિરંગાનું સ્વરૂપ રજૂ કર્યું હતું. જેમાં કેસરી (Saffron) રંગ એ શૌર્યનું પ્રતિક છે. સફેદ (White) રંગ તે શાંતિનું પ્રતિક દર્શાવે છે અને લીલો (Green) રંગ એ હરિયાળીનું પ્રતિક રજૂ કરે છે. તથા અશોકચક્ર (Ashoka Chakra) સતત પ્રગતિ અને વિકાસ ચરિતાર્થ કરવાનો સંદેશો આપે છે.

    આ પણ વાંચો : ઓમકારેશ્વર મહાદેવના દર્શન માત્રથી મળશે આધિ,વ્યાધિ અને ઉપાધીથી મુક્તિ; આ છે શિવ મંદિરની ખાસિયત

    તિરંગોદરેક ભારતીયોના ગૌરવસમા

    તિરંગોદરેક ભારતીયોના (Indian) ગૌરવસમા છે. જે ભારત દેશના રાષ્ટ્ર પ્રત્યે સંઘ ભાવના, સર્વ ધર્મ સમભાવના અને બિન-સાંપ્રદાયિકતાનો સંદેશો ફેલાવી ભાઇચારા અને શાંતિથી ભારત દેશનો વિકાસ (Vikas) કરવામાં એકજૂથ થાય તથા દરેક વ્યક્તિમાં દેશપ્રેમની (Patriotism) ભાવના વધે તે વિચારથી આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વમાં ભારત દેશ એક અનોખુ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલ દ્વારા પાઠવવામાં આવી હતી.

    આ સાથે દેશના તમામ નાગરિકની (Citizen) ફરજ બને છે કે ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અન્વયે તા. 13 થી 15 ઓગસ્ટ, 2022 સુધી લોકો પોતાના ઘરે, ઓફિસે, કચેરીએ, સંસ્થાઓ તથા તમામ જગ્યાઓએ તિરંગા (Tricolor) ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણે પણ સૌ ભાગીદાર બનીએ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Independence day, Students, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन