Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિશ્વ ઉમિયાધામ ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો; 1.5 લાખ વૃક્ષો રોપવાનો લીધો સંકલ્પ

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિશ્વ ઉમિયાધામ ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો; 1.5 લાખ વૃક્ષો રોપવાનો લીધો સંકલ્પ

રાષ્ટ્ર

રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની ફરજ : આર. પી. પટેલ

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham) સંસ્થા દ્વારા 75 હજાર વૃક્ષારોપણની સાથે તેનું જતન અને 75 હજાર તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા સંસ્થાએ કુલ 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ પણ લીધો હતો.

વધુ જુઓ ...
    Parth patel, Ahmedabad: સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ( Azadi ka Amrut Mahotsav ) ઊજવી રહ્યો છે. ત્યારે ભારત દેશની આઝાદીના 75 વર્ષ અને હર ઘર તિરંગાની ( Har Ghar Tiranga ) ઉજવણી  ગુજરાતની અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham) જાસપુર ખાતે સ્વતંત્રતા દિવસની  ઉજવણી કરવામાં આવી હતી.

    બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા

    આઝાદી કા અમૃત મહોત્સવના (Mahotsav) ભાગરૂપે વિશ્વ ઉમિયાધામ જાસપુર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમની સાથે સાથે બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ અવસર પર ધ્વજવંદન (Flag Hoisting) કર્તા તરીકે ગુજરાત સમાચારના ડિરેક્ટર અમમભાઈ શાહ અને મહેમાન તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમેશભાઈ મેરજા અને માઈન્ડ ટ્રેનર એન્ડ લાઈફ કોચ ડો. જીતેન્દ્ર અઢિયા હાજર રહ્યા હતા.આ ઉપરાંત અન્ય દાતાઓ, હોદ્દેદારો તથા અન્ય કાર્યકર્તાઓ એ રાષ્ટ્રધ્વજને સલામી આપી ભવ્યાતિભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલા સંસ્થા દ્વારા તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશની જનતામાં (Public) એક અલગ જ પ્રકારના ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

    75 હજાર વૃક્ષારોપણની સાથે તેનું જતન અને 75 હજાર તિરંગાનું વિતરણ

    આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham) સંસ્થા દ્વારા 75 હજાર વૃક્ષારોપણની સાથે તેનું જતન અને 75 હજાર તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા સંસ્થાએ કુલ 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો (Plantation of Trees) સંકલ્પ પણ લીધો હતો. જેનાથી હવા અને પાણી બંનેનું પ્રદૂષણ (Pollution) અટકાવી શકાય.

    આ  પણ વાંચો : રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવો: જાળવણી ન થાય તો રાષ્ટ્રધ્વજને એએમસીમાં કરાવી દો જમા

    રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની ફરજ : આર. પી. પટેલ

    આ પર્વ પર સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર ભાવના (Nation Spirit) ઉજાગર કરવી એ દરેક સમાજ, સંસ્થા તથા દેશના નાગરિકોની ફરજ છે. વધુમાં સંસ્થાએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે 75 હજાર તિરંગાઓનું (Tiranga) વિતરણ કરી અને 75 હજાર વૃક્ષોના જતન સાથે ગરવી ગુજરાતને હરિયાળું બનાવવાની અગ્રિમ પહેલતા સંસ્થાએ શરૂ કરેલ છે.અમમભાઈ શાહે તેમના પ્રવચનમાં દેશને આઝાદી (Freedom) કેવી રીતે મળી અને તિરંગાનું મહત્વ શું છે તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. દેશનો તિરંગો એ ભારતની આન, બાન અને શાન તથા દેશનું ગૌરવ છે. માટે ક્યારેય તિરંગાનું અપમાન (Humiliation) ન થાય તે માટે સર્વેને અપીલ કરી હતી. અને વધુમાં કહ્યું કે વિશ્વ ઉમિયાધામ એ જગતજનની મા ઉમિયાનું (Maa Umiya) આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવી ભાવના સાથે ધ્વજવંદન કરી સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Celebrations, Independence day, Vishwa Umiyadham, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन