Home /News /ahmedabad /અચાનક ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં કેમ વાગી બ્રેક? તજજ્ઞ જણાવે છે ઓટો મોબાઈલ ક્ષેત્રમાં લાગેલા આ ઝટકાના કારણ

અચાનક ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં કેમ વાગી બ્રેક? તજજ્ઞ જણાવે છે ઓટો મોબાઈલ ક્ષેત્રમાં લાગેલા આ ઝટકાના કારણ

અચાનક ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં બ્રેક લાગી.

Ahmedabad News: છેલ્લા કેટલા સમયથી ઇ વહિકલમાં આગ લાગવાની ઘટનાઓને પગલે આ ઇ વહીકલના ખરીદ વેચાણ પર બ્રેક વાગી છે.

અમદાવાદ: મોંઘવારીના આ સમયમાં પેટ્રોલના ભાવ આસમાને (Petrol Diesel Price hike) પહોંચ્યા. એવા સમયમાં મધ્યમ અને ગરીબ વર્ગના હાલ બેહાલ થયા. ત્યારે પેટ્રોલ અને ડીઝલના વાહનના વિકલ્પમાં ઇલેક્ટ્રિક વાહનનો (Electric Vehicle) વિકલ્પ તો માર્કેટમાં આવ્યો. એટલું જ નહીં સરકાર દ્વારા ઇલેટ્રીક વાહન લોકો ખરીદતા થાય તે દિશામાં પ્રયાસો પણ હાથ ધાર્યા. પણ તેમ છતાં ઓટો મોબાઈલ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ સ્થિર થઈ ગયું છે. લોકો EV ખરીદવા માટે તૈયાર થતા નથી. કેમ અચાનક ઇલેક્ટ્રિક વહીકલના ખરીદીમાં બ્રેક વાગી કેમ પુરપાટ ઝડપે પાટા પર આવેલા ઇલેક્ટ્રિક વહિકલનો ધંધો સ્થિર થઈ ગયો તે જાણવું પણ જરૂરી છે.

દેશમાં સૌથી પહેલા ગુજરાત સરકાર દ્વારા લોકો ઇ વહીકલ ખરીદતા થાય તે દિશામાં વળે તે હેતુથી ઇ વહીકલ પોલીસીની જાહેરાત કરી હતી.  જેમાં ટુ વહીલર્સ પર 20 હજાર અને ફોર વહીલર્સ પર દોઢ લાખની સબસીડીની જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. આ જાહેરાત બાદ ઇલેક્ટ્રિક વહિકલ્સના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ સામે લોકો ઈલેક્ટ્રિક વાહન તરફ વળ્યા પણ હતા. એટલું જ નહીં પોલીસી જાહેર થયાના બે મહિનામાં જ ઇ-વહીકલનું વેચાણ લગભગ ડબલ થઈ ગયું હતું. પરંતુ છેલ્લા કેટલા સમયથી ઇ વહિકલમાં આગ લાગવાની ઘટનાઓને પગલે આ ઇ વહીકલના ખરીદ વેચાણ પર બ્રેક વાગી છે.

આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ચેરમેન પ્રણવભાઈ શાહ જણાવે છે કે, અત્યારે ઇ વહિકલમાં માર્કેટ સ્ટેબલ થયું છે. ઇ વહિકલમાં સરકારે પણ ખૂબ પ્રયત્નો કર્યા. EVની ખરીદી પર દેશમાં સૌથી હાઈએસ્ટ સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં EV માં 2019 પછી વર્ષો વર્ષ 100 ટકાથી વધુ ગ્રોથ વેચાણમાં રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી EV માં બે મોટી સમસ્યાઓ સામે આવી છે. એક તો જે સેમિકન્ડક્ટર ચીપની શોર્ટએજ છે તેના કારણે EV નું પ્રોડક્શન ઝડપથી થઈ રહ્યુ નથી. અને બીજું કારણ છે છેલ્લા કેટલાક સમયથી ઇ વહિકલમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. છેલ્લા ઘણા વખતથી તો દર અલટરનેટ ડે એક ફાયરનો ઇનસિડેન્ટ સામે આવી રહ્યો છે.

અમદાવાદના હુક્કાબારના દરોડામાં થયો મોટો ખુલાસો

તેમણે વધુમાં જણાવ્યુ કે, જેમાં એકલું વહીકલ પાર્ક કર્યું હોય તો તેમાં પણ આગ લાગવાના બનાવ બન્યા તો શો રૂમમાં પણ આગ લાગવાના બનાવો બન્યા છે. ટ્રાન્સપોર્ટ કરતા વહીકલમાં આખી ટ્રકમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. આવી ઘટનાઓને કારણે સરકાર અને મેન્યુફેક્ચર્સ પણ કોન્શિયસ થયા છે કે, આ ઘટનાઓનું કોઈ સોલ્યુશન આવે તે પછી ફરી EV માર્કેટને કોઈ મુમેન્ટમ મળે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. જેથી હાલ EV સ્ટેબલ થયું છે. લોકોની લેવાની ઈચ્છા તો છે પરંતુ છેલ્લા બે વર્ષમાં EV માં જે ગ્રોથ હતો તે હાલ જોવા નથી મળી રહ્યો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Electric vehicle, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन