Home /News /ahmedabad /

અમદાવાદ: પેસેન્જર ઉતારવા ગયેલા રિક્ષા ચાલકને મળ્યું મોત, અજાણ્યા ઇસમે મારી છરી

અમદાવાદ: પેસેન્જર ઉતારવા ગયેલા રિક્ષા ચાલકને મળ્યું મોત, અજાણ્યા ઇસમે મારી છરી

પ્રતીકાત્મક તસવીર (સોર્સઃ Shutterstock)

Ahmedabad murder case: આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીના બનાવો બનતા રહે છે. તાજેતરમાં બનેલા એક બનાવમાં એક રિક્ષા ચાલકે (Auto rickshaw driver) જીવ ગુમાવ્યો છે. શહેરના આંબાવાડી વિસ્તાર (Ambavadi area)માં પેસેન્જર ઉતારવા માટે ગયેલા રિક્ષા ચાલકને અજાણ્યા યુવકે છરી મારી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો (Murder case) દાખલ કર્યો છે.

ઈસનપુર વિસ્તારમાં રહેતા કિશન ધંધુકિયાએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન (Ellis bridge police station)માં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ તેમની માતાના મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના પતિને કોઈએ પેટના ભાગે છરી મારી દીધી છે. જે બાદમાં ફરિયાદી માતા સાથે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) પહોંચ્યા હતા.

સિવિલ ખાતે તેઓના મામાએ જણાવ્યું હતું કે તેમના પિતા સાંજે સાતેક વાગ્યાની આસપાસ આંબાવાડી સી.એન.વિદ્યાલય (C N Vidyalaya) ખાતે પેસેન્જર ઉતારવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈએ પેટના ભાગે છરી જેવું હથિયાર મારી દીધું હતું. જેથી તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં લગ્નના 16 દિવસ બાદ પરિણીતાએ આપ્યો બાળકીને જન્મ

સિવિલ ખાતે ઓપરેશન પૂર્ણ થયા બાદ તેઓને બહાર લાવવામાં આવ્યા હતા. આ બનાવ કેવી રીતે બન્યો અને કોણે તેમને છરી મારી છે તે અંગે પૂછવાનો પ્રયત્ન કરતા તેમને દુઃખાવો થયો હતો અને તેઓ કંઈ જણાવી શક્યા ન હતા. બાદમાં વહેલી સવારે તેઓને જગાડવા માટેનો પ્રયત્ન કરતા તેઓ જાગ્યા ન હતા. તપાસ કરતા ફરજ પરના હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

અમદાવાદના અન્ય અપટેડ્સ:


ખાનગી સ્કૂલોની મનમાની થશે બંધ

ઊંચી ફી વસૂલવા છતાં વાલીઓ પાસે પોતાની મનમાની કરાવતી ખાનગી શાળા (Private schools)ઓના દિવસો હવે ભરાઈ ગયા છે. કારણ કે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તે પ્રકારની સ્કૂલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. હવે વધુ બે સ્માર્ટ સ્કૂલ (Smart schools)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 42 નવી સ્માર્ટ સ્કૂલો બાળકો માટે ખુલ્લી મૂકશે. અમદાવાદના દરેક વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન સુવિધાઓ આપી વિધાર્થીઓને સ્માર્ટ બનાવવાનો નિર્ધાર AMC સંચાલિત સ્કૂલ બોર્ડનો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર