Home /News /ahmedabad /Ahmedabad CCTV Footage: અમદાવાદમાં એસટી બસે રિક્ષાને મારી ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

Ahmedabad CCTV Footage: અમદાવાદમાં એસટી બસે રિક્ષાને મારી ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

એસ.ટી. બસે ટક્કર મારતા રિક્ષા પલટી.

Ahmedabad Accident: એસ.ટી. બસે રિક્ષાને ટક્કર માર્યોનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ રિક્ષા પલટી ગઈ હતી. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતના એક બનાવના સીસીટીવી ફૂટેજ (Ahmedabad accident CCTV footage) સામે આવ્યા છે. જેમાં એસ.ટી. બસના ચાલકે અકસ્મામ સર્જ્યો હોવાનું જણાઈ રહ્યું છે. અકસ્માતના આ બનાવમાં રિક્ષા ચાલક વૃદ્ધનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે 60 વર્ષીય નિલેશભાઈની રિક્ષાને એસ.ટી. બસ (ST bus)ના ચાલકે ટક્કર મારતા તેમનું મોત થયું છે. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ રિક્ષા પલટી ગઈ હતી. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


એસ.જી. હાઇવે નજીક દુર્ઘટના


અકસ્માતના બીજા એક બનાવમાં એક કાર ચાલકે એક સિનિયર સિટીઝનને અડફેટે લીધા હતા. આ બનાવ એસ.જી. હાઇવે નજીક બન્યો છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત હાલ ગંભીર છે.




ગુજરાતના અન્ય અપડેટ્સ:


અથાણાના પાર્સલમાંથી નીકળ્યા બિયરના ટીન


દારૂની હેરાફેરી માટે બુટલેગરો (Bootlegger) એક બાદ એક નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ ઝોન 2 એલસીબી (LCB)એ ગંદા પાણીમાંથી વિદેશી દારૂની અનેક બોટલ શોધી કાઢી હતી. ત્યારે હવે ઇ કોમર્સ કંપનીની ઓફિસે આવેલા પાર્સલમાંથી બિયરના ટીન મળી આવ્યા છે. આ પાર્સલમાં અથાણાનો ઓર્ડર (Pickle online order) હતો પણ તેના પેકિંગના પૂઠાં ભીના થઈ ગયા હોવાથી તેને ફરીથી પેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અંદરથી બિયરના 45 ટીન મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

'ગુજરાત બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે'


: ભારતે આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) 22 ગોલ્ડ મેડલ જીતીને દુનિયાને બતાવી દીધું છે કે, હમ ભી કીસી સે કમ નહીં. ત્યારે દિલ્હીના કોંગ્રેસ નેતા નતાશા શર્માએ (Natasha Sharma tweet) ગુજરાત અંગે એક વિવાદિત નિવેદન ટ્વિટ કર્યું છે. જોકે, એની થોડી જ મિનિટોમાં તેમણે ગુજરાતની માફી માંગતી ટ્વિટ કરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: ST Bus, અકસ્માત, અમદાવાદ, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો