Home /News /ahmedabad /કિંજલ દવેએ મારા ગીત 'ચાર બંગડી'ની ચોરી કરી છે: કાઠિયાવાડી કિંગ કાર્તિક પટેલ

કિંજલ દવેએ મારા ગીત 'ચાર બંગડી'ની ચોરી કરી છે: કાઠિયાવાડી કિંગ કાર્તિક પટેલ

કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલ

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ વાળી ગાયિકા કિંજલ દવેનાં આ સુપ્રસિધ્ધ ગીત માટે ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવક કાર્તિક પટેલે પોતાના ગીતની નકલ છે તેવો દાવો કર્યો છે.

  ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ની ગાયિકા કિંજલ દવે ફરી વિવાદોમાં સપડાઇ છે. ચાર ચાર બંગડી ... સુપ્રસિધ્ધ ગીત માટે ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે  પોતાના ગીતની નકલનો દાવો કર્યો છે. જે પછી અમદાવાદની કોર્મિશયલ કોર્ટે આદેશ કર્યો છે કિંજલ દવે 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત નહીં ગઇ શકે. કોર્ટે આ વચગાળાના હુકમની સાથે ગાયિકા દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કર્યો છે.

  આ પણ વાંચો: કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીત ન ગાવા કોર્ટે કર્યો આદેશ

  ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે અમારી સાથે વાત કરતા ગીત માટે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવે અને તેની ટીમે તેની કોપી કરી છે.

  અરજદાર દ્વારા કોર્મિશયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, આ ગીત યુ-ટયૂબ પર તેણે વર્ષ 2016માં મૂક્યું હતું. જોકે એક મહિના બાદ તેમાં મામૂલી ફેરફાર કરી કિંજલે ગીત ગાયું અને વર્ષ 2016ના ઓક્ટોબર માસમાં યુટયૂબ પર મૂક્યું હતું.

  કોર્ટે આ કેસમાં કિંજલને નોટિસ ઈશ્યૂ કરી છે અને ગીતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મેલબોર્નમાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે અમારી સાથેની વાતચીતમાં કહ્યું છે કે, 'ચાર બંગડીવાળી’ ગીત મેં લખ્યું હતું અને તેને કિંજલ દવે એ ચોરી કરી છે.

  કાર્તિક પટેલનું ગીત  તેણે આગળ જણાવતાં કહ્યું કે, 'મને ખુશી છે કે ઇન્ડિયન કોર્ટે મને ન્યાય આપ્યો છે. કિંજલ દવે એ આ ગીતને પોતાના નામે ક્લેમ કર્યો હતો તે ખોટું છે. તમે કોઇની ગાડી ચોરી નથી કરતા તો કોઇનું સંગીત ગીત શા માટે ચોરી કરવી. ઘણો સમય લાગી ગયો આ નિર્ણયને આવતા મેં આ ગીત 2016માં ગીત બનાવ્યું હતું. પરંતુ મને ખુશી છે કે ન્યાય મળ્યો છે. મને આશા છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આ ઉદાહરણ બની રહેશે અને અન્ય કોઇ આવું નહીં કરે. '
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kinjal Dave, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन