Home /News /ahmedabad /હોટલમાં લૂંટનો પ્રયાસ, કર્મચારીના માથે હથોડો મારી રહ્યું- ‘હું ચોરી કરવા માટે આવ્યો છું’

હોટલમાં લૂંટનો પ્રયાસ, કર્મચારીના માથે હથોડો મારી રહ્યું- ‘હું ચોરી કરવા માટે આવ્યો છું’

હોટલમાં લૂંટનો પ્રયાસ

Hotel Robbery Attempt: અમદાવાદ શહેરમાં એક પછી એક ચોરી અને લૂ્ંટના બનાવો બની રહ્યાં છે. ત્યારે મણીનગરમાં હોટલમાં લૂંટનો પ્રયાસ થયો છે. હોટલ પ્રેજન્ટલેકના કર્મચારીને માથાના ભાગે હથોડો મારીને લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હોટલના કર્મચારીએ બુમાબુમ કરતાં સીક્યુરીટી ગાર્ડ સહીતના લોકો આવી પહોચ્યાં હતો અને લૂંટારૂને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક પછી એક ચોરી અને લૂંટના બનાવો બની રહ્યાં છે. ત્યારે મણીનગરમાં હોટલમાં લૂંટનો પ્રયાસ થયો છે. હોટલ પ્રેજન્ટલેકના કર્મચારીને માથાના ભાગે હથોડો મારીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હોટલના કર્મચારીએ બુમાબુમ કરતાં સીક્યુરીટી ગાર્ડ સહીતના લોકો આવી પહોચ્યાં હતો અને લૂંટારૂને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. જેથી પોલીસે આ મામસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાચનો દરવાજો ખોલીને ગ્રાહકને આવકારો આપ્યો


મણીનગરના પુષ્પકુંજ ચાર રસ્તા પાસે આવેલ હોટલ પ્રેજન્ટ લેકમાં છેલ્લા આઠ મહિનાથી નોકરી કરી રહેલ વિશાલ ઠાકોર નામના યુવકે મણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, રાતના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ નોકરી પર હાજર હતાં. તેઓ રીસેપ્સન ટેબલ પાસે આવેલ સોફા પર આરામ કરી રહ્યાં હતાં ત્યારે અજાણ્યો ગ્રાહક તેમની હોટલ તરફ આવતો જોઇને તેમણે કાચનો દરવાજો ખોલીને ગ્રાહકને આવકારો આપ્યો હતો. જો કે અજાણ્યા યુવકએ હોટલમાં આવીને તરત જ તેની પાસે રહેલ બેગમાંથી લોખંડનો હથોડો કાઢીને ફરિયાદીના કપાળના ભાગે મારી દીધો હતો.

આ પણ વાંચો: કોર્ટે કહ્યું- ‘પરમાણું હુમલામાં ગાયના છાણથી બનેલા ઘરો સુરક્ષિત રહે છે’

આરોપીએ ફરિયાદીના કપાળના ભાગે હથોડો માર્યો


ઉલ્લેખનીય છે કે, બીજો ઘા મારવા જતાં ફરિયાદીએ તેનો હાથ પકડી લીધો હતો. જેથી યુવકએ કહ્યું હતું કે, હું ચોરી લૂંટ કરવા માટે આવ્યો છું, પૈસા રૂપિયા તેમજ લોકરની ચાવી ક્યાં છે. જો કે ફરિયાદીને ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. પરંતુ તેણે ચોર ચોરની બુમો પાડતા સિક્યુરિટી ગાર્ડ અને હોટલનો અન્ય સ્ટાફ આવી જતાં તેઓએ લૂંટારૂને ઝડપી લીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક હિંદુ છોકરી ક્રૂરતાનો ભોગ બની, ઇસ્લામ સ્વીકારવાની ના પાડી તો 3 દિવસ સુધી થયો ગેંગરેપ

આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી


પોલીસે લૂંટારૂને પકડીને ઇજાગ્રસ્ત હોટલના કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ સિવાય તાજેતર માં નવા નરોડા વિસ્તારમાં પણ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયાનો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદામાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Robbery case, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन