દુષ્કર્મ 28મીએ થયું, ભૂપેન્દ્રસિંહે કહે છે 17મીના અલ્પેશના ભાષણથી હુમલાઓ થયા!

"કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન નતી થતી. આ માટે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે કોઈને હાથો બનાવીને શાંતિ હડોળવાનો પ્રયાસ કરી રહી છે."

News18 Gujarati
Updated: October 10, 2018, 6:31 PM IST
દુષ્કર્મ 28મીએ થયું, ભૂપેન્દ્રસિંહે કહે છે 17મીના અલ્પેશના ભાષણથી હુમલાઓ થયા!
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અલ્પેશ ઠાકોર
News18 Gujarati
Updated: October 10, 2018, 6:31 PM IST
ગાંધીનગરઃ ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે નીતિન પટેલને જવાબદાર ગણાવવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં નીતિન પટેલના બચાવમાં ઉતાર્યા હતા. ભૂપેન્દ્રસિંહે હુમલા અંગે કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોરના નિવેદનને જવાબદાર ગણાવ્યું હતું. જોકે, તેમણે પોતાના નિવેદનમાં એવું કહ્યું હતું કે 17મી સપ્ટેમ્બરના રોજ મહેસાણાના બહુચરાજી ખાતે અલ્પેશે પરપ્રાંતિયો વિરુદ્ધ નિવેદન આપ્યું તેના કારણે હુમલાઓ શરૂ થયા હતા. ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના આક્ષેપ પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, દરેક આક્ષેપના જવાબો આપવાનું જરૂરી નથી. હું મારે કહેવું હતું એ મીડિયા સમક્ષ કહી ચુક્યો છે.

28મી સપ્ટેમ્બરે બાળકી પર થયો હતો રેપ

હકીકત એવી છે કે ઢુંઢર ખાતે બાળકી પર બળાત્કારનો બનાવ બન્યો હતો તે તા. 28મી સપ્ટેમ્બરે બન્યો હતો. મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બીજેપીના નેતાઓ પણ એવું અનેક વખત કહી ચુક્યા છે કે ઢુંઢરના બનાવ બાદ પરપ્રાંતિયો પર હુમલાના બનાવો નોંધાયા હતા. હવે આ મામલે સાચું કોણ અને ખોટું કોણ? શા માટે જૂના ભાષણનો હવાલો આપીને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે તે પણ એક સવાલ છે.

સરકાર કોઈનાથી ડરતી નથી

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જ્યારે પ્રશ્ન પૂછાયો કે અલ્પેશે ભડકાઉ ભાષણ આપ્યું હતું તો તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ કેમ ધકેલી દેવામાં નથી આવ્યો, તેના જવાબમાં તેમણે કહ્યું કે, "કાયદો કાયદાનું કામ કરશે. સરકાર અલ્પેશ ઠાકોર કે કોઈનાથી ડરતી નથી. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની પ્રવૃત્તિ અને ઠાકોર સેનાને સાથે કોઈ લેવા દેવા નથી."

તપાસમાં કોંગ્રેસના નેતાઓના નામ ખુલ્યા
Loading...

ભૂપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે, "અલ્પેશ ઠાકોરને પણ ખબર છે કે પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાનોના નામ ખુલ્યા છે. અમે માનીએ છીએ કે ભારતના નાગરિકને કોઈ પણ જગ્યાએ રોજીરોટી માટે જવાનો કે રહેવાનો અધિકાર છે. વાઇબ્રન્ટ ગુજરાત પછી દેશભરના અલગ અલગ ભાષા અને પ્રાંતના લોકોને ગુજરાતે સમાવ્યા છે. આ લોકો આટલા વર્ષો સુધી ભાજપના શાસનમાં શાંતિપૂર્ણ રીતે રહ્યા છે. "

કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન નથી થતી

"કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન નતી થતી. આ માટે વાતાવરણ હડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે કોઈને હાથો બનાવીને શાંતિ હડોળવાનો પ્રયાસ કરી રહી છે."

અલ્પેશના ભાષણની હુમલાઓ થયા

"17મી સપ્ટેમ્બર બહુચરાજી ખાતે અલ્પેશે ભાષણમાં ઉશ્કેરણી જનક શબ્દ પ્રયોગ કર્યા હતા. તેણે દશેરા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. અલ્પેશે કહ્યું હતું કે, કંપનીઓના દરવાજા તૂટશે. હું લાકડી લઈશ ત્યારે અમારા સાથીએ તલવાર લઈને નીકળશે.અલ્પેશે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગણી જોઈએ. આવું કરવાને બદલે તે બીજેપી અને નીતિન પટેલ પર ખોટા આક્ષેપ કરી રહ્યો છે."
First published: October 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...