Home /News /ahmedabad /ઓઢવ નારી ગૃહની વિચિત્ર ઘટના: મહિલાએ હોમગાર્ડ જવાનની આંગળી ચાવીને અલગ કરી દીધી

ઓઢવ નારી ગૃહની વિચિત્ર ઘટના: મહિલાએ હોમગાર્ડ જવાનની આંગળી ચાવીને અલગ કરી દીધી

ઈજાગ્રસ્ત મહિલા હોમગાર્ડને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Ahmedabad Crime: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા નારી સુરક્ષણ ગૃહની ઘટના સામે આવી છે. આ નારી ગૃહમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ જવાનની આંગળી પર બચકું ભરીને માનસિક અસ્થિર મહિલાએ કાપી દીધી હતી.

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા નારી સુરક્ષણ ગૃહની ઘટના સામે આવી છે. આ નારી ગૃહમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ જવાનની આંગળી માનસિક અસ્થિર મહિલાએ કાપી દીધી હતી. મહિલા હોમગાર્ડ જવાનને કપાયેલી આંગળી સાથે 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો નારી સંરક્ષણ ગૃહએ ઓઢવ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવના નારી ગૃહમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ જવાનને અહીં ખુબ જ ભયાનક અનુભવ થયો છે. અહીં એક માનસિક અસ્થિર મહિલાએ મહિલા હોમગાર્ડને ફરજ દરમિયાન બચકું ભરી લીધુ હતું અને હોમગાર્ડ જવાનની જમણા હાથની આંગળી હાથથી અલગ કરી દીધી હતી. ત્યાં જ મહિલા હોમગાર્ડ જવાનની આંગળીનો જે ટૂકડો કપાઇને જમીન પર પડ્યો હતો તેના પર કિડીયારૂં ઉભરાઇ ગયું હતું.

    આ પણ વાંચો: આફતાબની હૈવાનિયતની પ્રથમ તસવીર સામે આવી

    જોકે આ ઘટનાની જાણકારી થતા નારી ગૃહમાં ફરજ અદા કરતી અન્ય મહિલા હોમગાર્ડ જવાનોએ ઇજાગ્રસ્ત મહિલા જવાનને માનસિક અસ્થિર મહિલાથી છોડાવી હતી અને કપાયેલી આંગળી સાથે 108ની મદદથી ઇજાગ્રસ્ત મહિલા જવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવી હતી અને તેમને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જોકે આ મામલે નારી સંરક્ષણ ગૃહ એ ઓઢવ પોલિસને આ ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઘટના કેમ બની અને શા માટે માનસિક અસ્થિર મહિલાએ મહિલા હોમગાર્ડ જવાનની આંગળી બચકું ભરીને અલગ કરી દીધી તે વિષયમાં પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં તો ઇજાગ્રસ્ત મહિલા હોમગાર્ડ જવાનને સારવાર આપવામાં આવી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन