હિન્દુસ્તાન ખટ્ટરના બાપની જાગીર નથી, કોંગ્રેસ-એનસીપી નેતાઓનો આક્રોશ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
હિન્દુસ્તાન ખટ્ટરના બાપની જાગીર નથી, કોંગ્રેસ-એનસીપી નેતાઓનો આક્રોશ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના ગૌમાંસ પરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નેતાઓ ચારે તરફથી ખટ્ટર પર વળતો પ્રહાર કરી રહ્યા છે. અહીં નોંધનિય છે કે, એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ખટ્ટરે કહ્યું હતું કે, મુસ્લિમ આ દેશમાં રહી છે પરંતુ એમણે ગૌમાંસ ખાવાનું છોડી દેવું પડશે.

  • Share this:
નવી દિલ્હી # હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના ગૌમાંસ પરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નેતાઓ ચારે તરફથી ખટ્ટર પર વળતો પ્રહાર કરી રહ્યા છે. અહીં નોંધનિય છે કે, એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ખટ્ટરે કહ્યું હતું કે, મુસ્લિમ આ દેશમાં રહી છે પરંતુ એમણે ગૌમાંસ ખાવાનું છોડી દેવું પડશે. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે, ભારત ખટ્ટરના પિતાજીની જાગીર નથી. અહીંના નાગરિકો બંધારણીય હકોને આધારે આઝાદ છે. બીજાઓને પોતાની આસ્થા અનુરૂપ આચરણ કરવા માટે મજબૂર કરવા યોગ્ય નથી. આપ નેતા સંજયસિંહે કહ્યું કે, ખટ્ટરના ભડકાઉ નિવેદન અંગે મોદીજી કેમ ચૂપ છે? ખટ્ટરજી પહેલા એ તો બતાવો કે ભાજપના જ મંત્રી એવા કિરણ રિજજુ કે જે ગૌમાંસ ખાય છે શું એ ભારતમાં જ રહેશે કે જતા રહેશે? મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જફરયાબ જિલાનીએ ખટ્ટરના નિવેદન સામે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું કે, મુખ્યમંત્રીને આ અધિકાર નથી. બંધારણ અનુસાર કાયદો બનાવાયેલો છે. એમના વિચારની જરૂર નથી. ઉત્તરપ્રદેશમાં અગાઉથી કાયદો છે અહીં કોઇ ખાતું જ નથી. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે ખટ્ટરની જાગીર નથી હિન્દુસ્તાન. જેટલું અન્ય લોકોને હિન્દુસ્તાનમાં રહેવાનો અધિકાર છે એટલો જ મુસલમાનોને પણ છે. તેમને સીએમ પદે રહેવાનો અધિકાર નથી. ભાજપે એમને દુર કરવા જોઇએ. વિવાદ વધુ ઉગ્ર થતો જોઇ ખટ્ટરના ઓએસડી જવાહર યાદવે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, સીએમે એવું કોઇ નિવેદન આપ્યું નથી. એક સમાચાર પત્રએ આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. આ શબ્દો સીએમના મોંઢે બોલાવવાનો પ્રયાસ કરાયો છે. સીએમે કહ્યું હતું કે, ગાય આસ્થાનો વિષય છે. તેમણે અપીલ કરી હતી કે, ગૌમાંસ ના ખાવ. આ શબ્દ સીએમના નથી, એ સમાચાર પત્રએ લખી નાંખ્યા છે.
First published: October 16, 2015
વધુ વાંચો
अगली ख़बर