Home /News /ahmedabad /અમદાવાદ: ખોખરામાં ગાય બાંધવા મામલે જીવલેણ હુમલો, સોસાયટીમાં તલવારો ઉડી

અમદાવાદ: ખોખરામાં ગાય બાંધવા મામલે જીવલેણ હુમલો, સોસાયટીમાં તલવારો ઉડી

આ મામલે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

Ahmedabad Crime: કૃષ્ણકાંતને પણ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાંખ્યા હતા. આ સમયે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ સરદારસિંહે પણ સમગ્ર બાબતની જાણ પોલીસને કરી હતી.

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલ ઝઘડામાં બે લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સોસાયટીમાં ગાય બાંધવા જેવી બાબતમાં થયેલ ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં સરદારસિંહ રાજપુત પરિવાર સાથે રહે છે અને ટેક્સી ચલાવી ડ્રાઇવીંગનું કામ કરે છે. ગઇકાલે સરદારસિંહ જશોદાનગર ખાતે હાજર હતો. ત્યારે પત્ની આકાંક્ષાએ ફોન કરી જણાવ્યું હતું કે, પાસેની સોસાયટીમાં રહેતો પાર્થ અને તેની સાથે કેટલાક લોકો આવ્યા છે તથા તેઓ ગાયો બાંધવા બાબતે ઝઘડો કરે છે. જેથી સરદારસિંહ તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતા. ત્યારે પાર્થ વીંછી તેના હાથમાં તલવાર લઇ ઉભો હતો.

આ દરમિયાન દુકાનમાં બેસેલ કૃષ્ણકાંત ઉર્ફે કિશન કાકા સાથે બોલાચાલી કરી રહ્યો હતો. જેથી સરદારસિંહની માતા સુનીતા બહેન વચ્ચે પડી તેમને ઝઘડો નહીં કરવા સમજાવી રહ્યા હતા. આ સમયે પાર્થ સાથે આવેલ મંગલ ચોબે પણ તલવાર લઇ આવ્યો હતો અને તેણે કૃષ્ણકાંત પર હુમલો કર્યો હતો. જેમાં કૃષ્ણકાંતને બચાવવા સરદારસિંહ વચ્ચે પડતા તેને તલાવર વાગતા તે લોહીલુહાણ થઇ ગયા હતા.

આ પણ વાંચો- ભાજપ પણ એક્શન મોડમાં, આગામી 15 દિવસમાં કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતનો ખુણે ખુણો ખુંદી વળશે

ત્યારબાદ કૃષ્ણકાંતને પણ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાંખ્યા હતા. આ સમયે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ સરદારસિંહે પણ સમગ્ર બાબતની જાણ પોલીસને કરી હતી. આ અંગે જાણ થતા પાર્થ સહિતના લોકો ત્યાંથી પલાયન થઇ ગયા હતા. બીજી તરફ સરદારસિંહ અને કૃષ્ણકાંતને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સરદારસિંહે પાર્થ વીંછી, મંગલ ચોબે, અનુપ અને અંકિત પટેલ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन