Home /News /ahmedabad /Gujarat Election 2022: આપના કાર્યકરો દ્વારા અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર જીવલેણ હુમલો 

Gujarat Election 2022: આપના કાર્યકરો દ્વારા અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર જીવલેણ હુમલો 

ભાજપ કાર્યકર

આ ઘટના અંગે ડો.યજ્ઞેશભાઇ દવેએ  પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુખદ છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિમ્નકક્ષાની રાજનીતી કરી રહી છે.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
આ અંગે ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ સ્પષ્ટ આક્ષેપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો હતાશ થઇ કેજરીવાલના ઇશારે ગુંડાગર્દી કરી જીવલેણ હુમલા કરી રહ્યા છે. ગુજરાત શાંત રાજય છે અને આ રાજયને બદનામ કરવા નિમ્ન કક્ષાની રાજનીતી આમ આદમી પાર્ટી કરી રહી છે.

અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર જીવલેણ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે.  પવન તોમર પર છરી વડે જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનાને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશભાઇ દવે અને યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઇ કોરાટે વખોડી  હતી.

આ પણ વાંચો: પાંચ દિવસમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદની સંભાવના

આ ઘટના અંગે ડો.યજ્ઞેશભાઇ દવેએ  પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુખદ છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિમ્નકક્ષાની રાજનીતી કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતાનો સાથ ન મળતા અને પાર્ટીના નેતાઓના જુઠ્ઠાણા રોજબરોજ સામે આવી રહ્યા છે. જેનાથી આપના કાર્યકરો હતાશ થઇ કેજરીવાલના ઇશારે ગુંડાગર્દી કરી જીવલેણ હુમલા કરી રહ્યા છે. ગુજરાત શાંત રાજય છે અને આ રાજયને બદનામ કરવા નિમ્ન કક્ષાની રાજનીતી આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતની જનતા રાજયમાં આવી હલ્કી કક્ષાની રાજનીતી નહી ચલાવે.

આ પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડશે

આ ઘટનાને વખોડતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો તે ખૂબ જ શરમજનક છે.
" isDesktop="true" id="1250274" >

આમ આદમી પાર્ટી ગુજરાતની શાંતીને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કયારેય આવી નિમ્ન કક્ષાની રાજનીતી થઇ નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन