નેતાઓને ધમકીની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATS કરશે,રેડ કોર્નર નોટિસ ઈશ્યુ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
નેતાઓને ધમકીની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATS કરશે,રેડ કોર્નર નોટિસ ઈશ્યુ
ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક ધારાસભ્યો સહિત અન્ય લોકોને રવિ પૂજારી ગેંગ ના નામે ફોન કરી ખંડણી વસુલવાની ઘટનાનો પડઘો આજે વિધાનસભાની સમગ્ર દિવસની કાર્યવાહી દરમ્યાન ગુંજતો રહ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધમકીના ફોન કરનાર વિદેશમાં છે તેની ચોક્કસ માહિતી મળી છે. આ ગુનેગાર VoIP નામની સુવિધાનો ઉપયોગ કરીને ફોન કરે છે. જેથી જેને ફોન આવે છે તેમને ફોન પર વિવિધ દેશના ફોન નમ્બર જોવા મળે છે. નેતાઓને ધમકીની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATSને સોપાઇ છે. આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી દેવાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક ધારાસભ્યો સહિત અન્ય લોકોને રવિ પૂજારી ગેંગ ના નામે ફોન કરી ખંડણી વસુલવાની ઘટનાનો પડઘો આજે વિધાનસભાની સમગ્ર દિવસની કાર્યવાહી દરમ્યાન ગુંજતો રહ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધમકીના ફોન કરનાર વિદેશમાં છે તેની ચોક્કસ માહિતી મળી છે. આ ગુનેગાર VoIP નામની સુવિધાનો ઉપયોગ કરીને ફોન કરે છે. જેથી જેને ફોન આવે છે તેમને ફોન પર વિવિધ દેશના ફોન નમ્બર જોવા મળે છે. નેતાઓને ધમકીની તપાસ ક્રાઈમબ્રાંચ અને ATSને સોપાઇ છે. આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી દેવાઇ છે. ધમકી વાળા ફોન કોલ ના વોઇસ સેમ્પલ લઈને ફોરેન્સિક સાયન્સ માં મોકલવામાં આવ્યા છે. ઇન્ટરપોલ ની મદદ લેવામાં આવી છે અને આરોપી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલ રવિ પૂજારી નું કોઈ નેટવર્ક ગુજરાતમાં નથી પરંતુ ગુજરાતમાં જો આ પ્રકારે કોઈ નેતા કે નાગરિકને ધમકી વાળા કે ખંડનીના ફોન આવશે. રવિ પૂજારીના નામે આવેલા ફોનની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ને સોંપવામાં આવી છે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर