Home /News /ahmedabad /એમપીથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતો હતો આરોપી, આ રીતે ઝડપાયો

એમપીથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતો હતો આરોપી, આ રીતે ઝડપાયો

ગુજરાત એટીએસે કરી આરોપીઓની ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા કુલ 3 આરોપીઓની 5 હથિયાર અને 45 કારતૂસ સાથે ધરપકડ કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ગુજરાત એટીએસને ફરી એકવાર સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસએ બાતમીના આધારે એમપીના એક વ્યક્તિને નરોડા પાસેથી પકડી પાડીને તપાસ કરતા તેની પાસેથી 2 હથિયાર અને કારતૂસ મળી આવેલ. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી પંકજ કનેરિયા જે એમપીમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો હતો.

જેથી આરોપીની 28 નવેમ્બરના રોજ ધરપકડ કર્યા બાદ વધુ તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીએ આવા હથિયાર ભાવનગરના મહમદ હનીફ અને અક્ષય કેદારી નામના 2 વ્યક્તિઓ ને પણ વેચાણ કરેલ છે. જેથી તે માહિતીનાં આધારે atsની એક ટીમ ત્યાં જઈ બન્ને આરોપીને પડકીને તેમની પાસેથી પણ વધુ 3 હથિયાર કબજે કરી કુલ 38 જેટલા કારતૂસ કબ્જે કરર્યા હતા.એટીએસ દ્વારા ત્રણે આરોપીઓ પાસેથી કુલ 5 હથિયાર અને 45 જેટલા રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી 25થી 40 હજાર સુધીમાં આ હથિયારનું વેંચાણ કરતો હતો. હથિયાર સારી ક્વોલિટીનું હોવાનુ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: 'ઈસુદાનભાઇ ગઢવીની ડિપોઝીટ બચે તો પણ બહું'

એટીએસ દ્વારા હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે, અત્યાર સુધીમાં આરોપીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલા હથિયારનું વેચાણ કરી ચૂક્યો છે અને આ ગુજરાતમાં હથિયારની ખરીદી કરવા વાળા આ હથિયાર લેવા પાછળનું કારણ શું હતું? શું આ લોકો આ હથિયારથી કોઈ ગુનો કરી ચૂક્યા છે કે કેમ અને આ સિવાય અન્ય કેટલા લોકો આવી રીતે હથિયારની ખરીદી કરી ચૂક્યા છે.



મહત્વનું છે કે, થોડા સમય પેહલા પણ એટીએસ દ્વારા સૌરાષ્ટ્રમાં દરોડા પાડીને હથિયારના મોટા જથ્થા સાથે અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन