Home /News /ahmedabad /

અમદાવાદ ડ્રગ કેસના મુખ્ય આરોપી કરણની ધરપકડ; DG વિજિલન્સ કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હરિયાણાથી ઊંચકી લાવી

અમદાવાદ ડ્રગ કેસના મુખ્ય આરોપી કરણની ધરપકડ; DG વિજિલન્સ કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હરિયાણાથી ઊંચકી લાવી

ડ્રગ કેસ (Shutterstock તસવીર)

ATS drugs case: આરોપીઓ સૌરાષ્ટ્ર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સિવાય અનેક જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે ડ્રગ મોકલી રહ્યા હતા. આરોપીઓ રેવ પાર્ટીનું પણ આયોજન પણ કરતા હતા.

અમદાવાદ: ગુજરાત ATS તરફથી ઈ-કોમર્સમાં જાહેરાત બનાવીને ડ્રગ (Online selling of drugs)નું વેચાણ કરતા ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા હતા. આરોપીઓ બાળકોના રમકડામાં ડ્રગ નાખીને એમોઝોનના બોક્ષનો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું હતું. આ મામલે આ કેસના મુખ્ય આરોપી કરણ (Karan) જેતે સમય ફરાર હતો. ATSની ટીમ તરફથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ATS થોડા દિવસ પહેલા આરોપી કરણને ઝડપીને લાવી હતી અને રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે કરણ ફાઇનાન્સનું કામ જોતો હતો. જેથી તેની તપાસમાં અનેક આંગડિયા પેઢીના નામ સામે આવ્યા છે, જેમાં તે લેવડ દેવડ કરતો હતો. હાલ આરોપીઓને સજા પડે તે માટે ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું હતો મામલો?


ગુજરાત ATS દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે લોકો ઈ કોમર્સના માધ્યમથી ગ્રાહકો બનાવીને કુરિયર દ્વારા ડ્રગનું સપ્લાય કરતા હતા. આરોપીઓની તપાસમાં અનેક મોટા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ બાળકોના રમકડાની અંદર ડ્રગ નાખીને ડ્રગને કુરિયર કરતા હતા. આરોપી આકાશ, સોહલી અને બાસિત સિવાય કરણ નામનો મુખ્ય આરોપી હતો. આ લોકોની તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકોના 20થી 35 વર્ષની ઉંમરના ગ્રાહકો હતા અને જેમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ સામેલ હતા.

આ પણ વાંચો: બુટલેગરે દારૂ ઘૂસાડવા અજમાવી ગજબની ટ્રીક, છતાં પોલીસની નજરમાંથી બચી ન શક્યો!

તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આરોપીઓ રાજસ્થાન અને એમપી બોર્ડર પરથી ડ્રગ કુરિયર મારફતે મંગાવતા હતા. આ તમામ ડ્રગ મુંબઈથી આવતું હોવાનુ સામે આવ્યું હતું. આરોપીઓ સૌરાષ્ટ્ર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સિવાય અનેક જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે ડ્રગ મોકલી રહ્યા હતા. આરોપીઓ રેવ પાર્ટીનું પણ આયોજન પણ કરતા હતા. આરોપીઓ અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહીત રાજ્યમાં અનેક જગ્યાએ રેવ પાર્ટી કરી ચૂક્યા હોવાની વાત પણ સામે આવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે આરોપીઓ યુવતીઓને ડ્રગ્સના બદલામાં  શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતા હતા.

કોણ છે નાગદાન ગઢવી?


ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ ઝડપાતો રહે છે. ગુજરાતમાં મોટાભાગે દારૂ હરિયાણાથી આવતો હોય છે. એવામાં હરિયાણામાં બેસી ગુજરાતના કેટલાક બુટલેગરો દારૂનો વેપાર કરે છે. જેમાંથી એક મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન ગઢવીને છેલ્લા ઘણા સમયથી પોલીસ શોધી રહી હતી. તે હરિયાણામાં ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો.ડીજી વિજિલન્સની ટીમને માહિતી મળી કે તે હરિયાણામાં છે. આથી ટીમ ત્રણ દિવસ ત્યાં વોચ રાખીને બેસી હતી. ત્યાર બાદ આરોપીને પકડીને અમદાવાદ લઈ આવી છે. આરોપીની હાલ કણભાના એક ગુનામાં ધરપકડ કરી છે.

31થી વધુ ગુના દાખલ


મળતી માહિતી પ્રમાણે આરોપી સામે કુલ 31થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. આ તમામ ગુના દારૂના મોટા જથ્થાના છે. DG વિજિલન્સના DySP કે ટી કામરિયાનું કહsવું છે કે આરોપી છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. છેલ્લે 2017માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 2010થી દારૂના વેપારમાં સંડોવાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. એવું પણ સામે આવી રહ્યું છે કે આરોપી વડોદરાના વિનોદ સિંધી સાથે મળીને દારૂના ધંધામાં હતો. વિનોદ પણ હાલ ફરાર છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bootlegger, અમદાવાદ, ડ્રગ્સ, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन