Home /News /ahmedabad /Ahmedabad: કાંકરિયા ખાતે બાળકો ફરી અટલ ટ્રેનની મજા માણી શકશે; આ છે ટિકિટના દર

Ahmedabad: કાંકરિયા ખાતે બાળકો ફરી અટલ ટ્રેનની મજા માણી શકશે; આ છે ટિકિટના દર

X
પાણીના

પાણીના લીધે ટ્રેનના પાટા કટાઈ ગયા

અમદાવાદના ફરવાલાયક સ્થળ ગણાતા એવા કાંકરિયા લેકફ્રન્ટમાં મનોરંજન માટે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. ટ્રેનની ટિકિટનો દર 12 વર્ષથી ઉપરના માટે રૂ. 30 અને 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ. 10 રાખવામાં આવી છે.

Parth patel, Ahmedabad: અમદાવાદના (Ahmedabad) ફરવાલાયક સ્થળ ગણાતા એવા કાંકરિયા લેકફ્રન્ટમાં (Lakefront) મનોરંજન માટે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2019 માં કોરોના મહામારીની દરમિયાનટ્રેનના પાટા બદલવાની કામગીરી કરવાની હોવાથી છેલ્લા 3 વર્ષથી આ ટ્રેન બંધ હાલતમાં હતી. જે ફરીથી કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન (Atal Express Train) ગુરુવારથી લોકો માટે ચાલુ કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતા લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રેનમાં બેસીને આખા કાંકરિયાનો (Kankaria) નજારો જોઈ લોકો ખૂબ જ ખુશ જણાઈ રહ્યા હતા.

એક દિવસમાં 2500 થી વધુ લોકોએ આ ટ્રેનની મજા માણી

કોરોના (Corona) મહામારી બાદ પહેલીવાર ગુરુવારથી શરૂ થયેલી ટ્રેનમાં એક જ દિવસમાં 2500 થી વધુ લોકોએ આ ટ્રેનની મજા માણી હતી. ત્યારે વિકેન્ડમાં કાંકરિયામાં 2500 થી 3000 લોકો આવવાની શક્યતા છે. ટ્રેનમાં મુસાફરી (Travel) કરતા લોકોએ જણાવ્યું હતું કે ટ્રેનમાં બેસીને કાંકરિયા જોવાની ખૂબ જ મજા આવે છે. કાંકરિયા લેકફ્રન્ટમાં ફરવા આવ્યા ત્યારે તેમણે ટ્રેન જોઈ હતી. આખા કાંકરિયાની મજા તેઓ આ ટ્રેનમાં (Train) બેસીને માણી શકે છે.

પાણીના લીધે ટ્રેનના પાટા કટાઈ ગયા

રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશકુમાર દવે સાથે વાત કરતા જણાવ્યું કે કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ (Development) થયું ત્યારે અટલ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી (CM) દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ફરી એકવાર લોકો કાંકરિયામાં આ ટ્રેનની મજા માણી રહ્યા છે. કાંકરિયાનું આખું પરિસર પાણીથી ધોવામાં આવે છે. તેના કારણે ટ્રેનના પાટા કટાઈ (Corrosion) ગયા હતા. વર્ષ 2019 માં રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ટ્રેનના પાટા બદલવા માટે જણાવવામાં આવ્યું હતું.વધુમાં જણાવતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન જ કોરોના મહામારી (Epidemic) આવી ગઈ હતી અને કાંકરિયા લેકફ્રન્ટનું કામ બંધ રાખવું પડ્યું. ત્યાર બાદઆ ટ્રેનના પાટા બદલવાની (Track Change) કામગીરી કરવામાં આવી હતી. AMC દ્વારા રૂ. 50 લાખના ખર્ચે નવા પાટા લાવી તેને બદલવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

આશરે 3 કરોડના ખર્ચે પાટા બદલવાની કામગીરી કરવામાં આવી

આ પાટા બદલવાની કામગીરી માટે ટેન્ડર (Tender) બહાર પાડી અને કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂ. 3 કરોડના ખર્ચે પાટા બદલવાની કામગીરી કરવામાં આવી છે. અહીંયા શનિવારે અને રવિવારે વધુ સહેલાણીઓ (Outings) આવે છે. આ ટ્રેનના ટ્રેક પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના ટ્રેનના પાટાની ડિઝાઈન (Design) બદલીને નવા ટ્રેનના પાટાની ઉપર અને નીચે જગ્યા રાખવામાં આવી છે. તથા ટ્રેક પર સિમેન્ટની જગ્યામાં કાણા રાખવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં AMC ને 17 કરોડથી વધુની આવક થઈ.

આ અટલ એક્સપ્રેસ ટ્રેન બાળકો માટે એક મનોરંજન (Entertainment) છે. આ ટ્રેનની ટિકિટનો દર 12 વર્ષથી ઉપરના માટે રૂ. 30 અને 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ. 10 રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં AMC ને 17 કરોડથી વધુની આવક (Income) થઈ. કુલ 12 વર્ષમાં એક કરોડથી વધુ મુસાફરોએ (Passengers) આ ટ્રેનનો લાભ લીધો.
First published:

Tags: Kankariya, Zoo, અમદાવાદ