Home /News /ahmedabad /Election: તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? ચેક કરવા માટે જાણી લો શુ કરવું જોઈએ 

Election: તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? ચેક કરવા માટે જાણી લો શુ કરવું જોઈએ 

પ્રતિકાત્મક તસવીર

Gujarat voter list: તમારા વિસ્તારના સારા પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ.18 વર્ષ પૂર્ણ થયા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરી શકે છે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. મતદાન કરવું તે આપણો અધિકાર છે. પરંતુ મતદાન કરવા માટે પણ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. તમારા વિસ્તારના સારા પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ.18 વર્ષ પૂર્ણ થયા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરી શકે છે. નામ નોંધાવવા અથવા કોઈ સુધારા કરવા માટે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે. જો કે મતદાન યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લો અને ન હોય તો વૉટરહેલ્પલાઈન પર નામ નોંધણી કરવી શકાય છે.

ગૂગલ ક્રોમમાં જઈને eco.gujarat.gov.in સર્ચ કરવાનું ત્યાર બાદ ઓફિશિયલ પેજ ઓપન થશે.અને નીચે other link માં જઈને Search Your Name By Area and Booth Level Officer પર ક્લિક કરવાનું છે.જેમાં બે ઓપશન મળશે એક નામ પરથી સર્ચ કરી શકશો અથવા EPIC નંબર પરથી સર્ચ કરી જાણી શકો છો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં

નામ અને EPIC નંબરથી સર્ચ કર્યા બાદ જો મતદાર યાદીમાં નામ નથી તો વૉટરહેલ્પલાઇન એપ પરથી ઓનલાઈન નોંધણી કરી શકાય છે.એટલે ચૂંટણી આવે તે પહેલાં નામ ચેક કરી લો અને ન હોય તો નોંધણી કરાવો. કારણે મતદાન કરવું એ આપણો અધિકાર છે.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ સુરતમાં એક જ મહોલ્લાની પાંચ યુવતીઓ પહોંચી પોલીસ સ્ટેશન, યુવકે કર્યું હતું જોરદાર કારસ્તાન

1 જાન્યુઆરી 2022ની મતદાર યાદી પ્રમાણે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠક માં કુલ 5907994 મતદારો છે.જેમાં 3079446 પુરુષોની સંખ્યા છે અને 2828355 ની સ્ત્રીઓની સંખ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતના વરાછા વિસ્તારમાં હનીટ્રેપ કરતા બે ઝડપાયા, એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવ્યો

જો કે ક્યારેક એવું બંને છે મતદાર મતદાન કરવા જાય ત્યારે જાણ થાય છે કે મતદાર યાદીમાં નામ નથી.કોઈ એરરના કારણે નામ કમી થયેલ પણ બતાવે.પરંતુ ચૂંટણી આવે તે પહેલાં આપણે ચેક કરી લઈએ નામ છે કે નહીં. ન હોય તો રજીસ્ટ્રેશન કરવી લેવું જોઈએ.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Voter list