Home /News /ahmedabad /ચોરીનો એક અનોખો બનાવ, દર્શન માટે જવાનું કહીને યુવતીએ વૃદ્ધાના કાનની વાળીઓ પડાવી લીધી

ચોરીનો એક અનોખો બનાવ, દર્શન માટે જવાનું કહીને યુવતીએ વૃદ્ધાના કાનની વાળીઓ પડાવી લીધી

વૃદ્ધાના કાનની વાળીઓ પડાવી યુવતી ફરાર

Ahmedabad: અમદાવાદમાં એક યુવતી 72 વર્ષની વૃદ્ધાને વિશ્વાસમાં લઈને લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. નોંધનીય છે કે, મંદિરમાં દર્શન કરવા જવાના બહાને એક યુવતી વૃદ્ધાને વિશ્વાસમાં લઇને કાનમાંથી 50 હજાર રૂપિયાની સોનાની વાળીઓ લઇને ફરાર થઇ ગઈ હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે એક યુવતી 72 વર્ષની વૃદ્ધાને વિશ્વાસમાં લઈને લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. નોંધનીય છે કે, મંદિરમાં દર્શન કરવા જવાના બહાને એક યુવતી વૃદ્ધાને વિશ્વાસમાં લઇને કાનમાંથી 50 હજાર રૂપિયાની સોનાની વાળીઓ લઇને ફરાર થઇ ગઈ હતી. ગીતામંદિરના શૌચાલયમાં યુવતીએ વૃદ્ધાને વિશ્વાસમાં લઇને કાનની વાળી લઇ લીધી હતી. ખોખરા મીરા સિનામા પાસે વૃદ્ધા ઉભા હતા ત્યારે યુવતી તેમની પાસે આવી હતી અને દર્શન કરવા માટે જઇ રહેલ હોવાનું કહીને વૃદ્ધાને પણ સાથે લઇ ગયેલ હતી.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી યુવતી વિરૂદ્ધ ફરિયાદ


મણીનગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટસમાં રહેતા 72 વર્ષિય કાલીબેન ચાવડાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી યુવતી વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પહેલા કાલીબેન ચાવડા મીરા સિનેમા પાસે ઉભા હતા ત્યારે એક યુવતી તેમની પાસે આવી હતી. યુવતીએ કાલીબેનને જણાવ્યુ હતું કે, હું મંદિર દર્શન કરવા માટે જાવ છું તમારે દર્શન કરવા હોય તો ચાલો મારી સાથે હું તમને મંદિરમાં દર્શન કરવા માટે લઈ જવું. કાલીબેને યુવતીની વાત પર વિશ્નાસ કરી લીધો તેની સાથે રિક્ષામાં બેસીને મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા હતા.

આ પણ વાંચો: લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

સાત સોનાની વાળીઓ લઈ યુવતી ફરાર


ગીતામંદિર પાસે યુવતી શૌચાલયમાં જવાના બહાને ગઇ હતી. જ્યા કાલીબેન પણ તેની સાથે ગયા હતા. જાહેર શૌચાલયમાં યુવતીએ કાલીબેનને વાતોમાં ફોસલાવીને કાનમાં પહેરેલી સાત સોનાની વાળી લઇ લીધી હતી. કાલીબેન શૌચાલયમાંથી બહાર આવ્યા તે સમયગાળા દરમિયાન યુવતી નાસી ગઇ હતી. કાલીબેને આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને યુવતીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અમદાવાદમાં ચોરીની ઘટનામાં સતત વધારો


અમદાવાદમાં ચોરીની ઘટનાઓમાં દિનપ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખીય છે કે, આ સિવાય પણ અગાઉ શહેરમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ કિંમતી વસ્તુઓ કે રૂપિયાની ચોરી કરી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જો આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ચોરીની ઘટનાઓના કાબુમાં લેવા માટે પોલીસ તંત્ર અત્યારે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે, મહિલાઓ પણ હવે ચોરીની ઘટનાઓમાં સામેલ થઈ રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Robbery case, ગુજરાત, સોનાની લૂંટ

विज्ञापन
विज्ञापन