Home /News /ahmedabad /Gujarat Election 2022: કૉંગ્રેસની મોટી જાહેરાત, જૂની પેન્શન યોજના કરશે લાગૂ, ખેડૂતો માટે પણ કરી ખાસ જાહેરાત

Gujarat Election 2022: કૉંગ્રેસની મોટી જાહેરાત, જૂની પેન્શન યોજના કરશે લાગૂ, ખેડૂતો માટે પણ કરી ખાસ જાહેરાત

અશોક ગેહલોત

Gujarat Congress big Announcement: કૉંગ્રેસે જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી, 2004 પછી નિમણૂક મળી હોય તેવા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગૂ પડશે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસ હવે મેદાનમાં આવી ગઈ છે. કૉંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ કરીને જૂની પેન્શન યોજના અને ખેડૂતોને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓ અંગે પણ કૉંગ્રેસ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અશોક ગહેલોતની જાહેરાત પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસ પાર્ટી રાજસ્થાન મૉડલ અપનાવશે. ખાસ કરીને આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કિસ્સામાં પાડોશી રાજ્ય રાજસ્થાનનું મૉડલ અપનાવશે.

    કૉંગ્રેસની વિવિધ જાહેરાત:


    મુખ્યંત્રી ચિરંજીવી વીમા યોજના:


    - તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, પાંચ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો.

    - એમઆરઆઈ, સીટી સ્કેન, બ્લડ ટેસ્ટ સહિત તમામ તપાસ ફ્રી થશે.

    - કિડની, લીવર, હાર્ટ, બોનમેરો સહિત અંગોનું મફતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

    જૂની પેન્શન યોજના:

    - કૉંગ્રેસે જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી, 2004 પછી નિમણૂક મળી હોય તેવા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગૂ પડશે.

    અલગથી કૃષિ બજેટ:


    - ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.

    - કૃષિ વીજળી કનેક્શન પર 1000 રૂપિયા પ્રતિ મહિનો સબસિડી મળશે.

    રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓ ગુજરાતમાં લાગૂ થશે : અશોક ગહેલોત


    આ પ્રસંગે અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. રાજસ્થાનની ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં લાગૂ થશે.

    બહુ ઝડપથી કૉંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે


    બીજી તરફ કૉંગ્રેસના કે.સી. વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે, ગુજરાતમાં કૉંગ્રેસની પ્રથમ યાદી બહુ ઝડપથી જાહેર કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે 15 સપ્ટેમ્બર પહેલા કૉંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. જેમાં શહેરી વિસ્તારની સતત હાર વાળી બેઠકો અને નિશ્ચિત જીત વાળી બેઠકોનો સમાવેશ થાય છે. આ માટે ચર્ચા કરી લેવામાં આવી છે.


    શું કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર?


    કોંગ્રેસના નવા અધ્યક્ષ (congress president)કોણ હશે તેને લઇને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના (congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ફરી અધ્યક્ષ પદ સંભાળવા માંગતા નથી. જોકે, મોટાભાગના નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે. સોનિયા ગાંધી (Sonia Gandhi) સામે આ નેતાઓએ તર્ક આપ્યો કે ગાંધી પરિવાર (Gandhi Family) સિવાય કોઇ પાર્ટીને એકજુટ રાખી શકશે નહીં. આ દરમિયાન સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જઈ રહ્યા છે. જેથી અધ્યક્ષ પદનો મામલો લટકી ગયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ashok Gehlot, Gujarat Assembly Elections 2022, કોંગ્રેસ, ગુજરાત, ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन