Home /News /ahmedabad /આસારામની સજાથી બચવાની ચાલ! નાદુરસ્ત તબિયતનું કારણ ધરીને સજા પર રોકની હાઈકોર્ટમાં અરજી

આસારામની સજાથી બચવાની ચાલ! નાદુરસ્ત તબિયતનું કારણ ધરીને સજા પર રોકની હાઈકોર્ટમાં અરજી

આસારામની સજા માફી માટે હાઈકોર્ટમાં અરજી

Asaram Gandhinagar Case: આસારામ દ્વારા ગાંધીનગરની કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. નાદુરસ્ત તબિયત અને વધુ ઉંમરનું કારણ રજૂ કરીને સજા માફ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ દુષ્કર્મ કેસના દોષિત આસારામે જેલની સજાથી બચવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ વખતે આસારામે પોતાની વધુ ઉંમર, નાદુરસ્ત તબિયત સહિતના મુદ્દાને રજૂ કરીને સજા પર રોક લગાવવાની માગણી કરી છે. જેના પર આગામી દિવસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સાસારામને બચાવવા માટેના વિવિધ પ્રયાસો કોર્ટમાં તથા કોર્ટની બહાર પણ કરવામાં આવી રહી છે. અગાઉ આસારામના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચુકાદાનો અભ્યાસ કરીને હાઈકોર્ટમાં અરજી કરીશું અને હવે તે પ્રમાણે આસારામને બચાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનની જેલમાં સજા કાપી રહેલા આસારામને વિવિધ કેસમાં સજા સંભળાવવામાં આવી છે, જેમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલેલા કેસમાં તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જોકે, તેની સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતનું હવામાન કેવું રહેશે?

આજીવન કેદની સજા માફીની આસારામની અરજી


આસારામના બચાવવામાં જે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે તેને રદ્દ કરવા માટે પણ સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવશે. જે બાદ હાઈકોર્ટ આ કેસમાં રજૂઆતો સાંભળીને નિર્ણય લેશે.


આસારામે પોતાના ધાર્મિક કાર્યક્રમો દ્વારા દેશભરમાં પ્રભાવ બનાવ્યો હતો. અમદાવાદમાં સ્થાઈ થયેલા આસારામે અમદાવાદ સહિત દેશમાં વિવિધ જગ્યાએ આશ્રમ ઉભા કર્યા હતા જેમાં સુરતની યુવતીને મોટેરા આશ્રમમાં ગોંધી રાખીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. હાલ આસારામ 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે.


આસારામને આજીવન કેદની સજા થઈ તે કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા મજબૂત દલિલ કરવામાં આવી હતી. આ પછી તમામ દલીલોને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની કોર્ટે આજીવન જેલની સજાનો નિર્ણય લીધો હતો.
First published:

Tags: Aasaram, Asaram latest news, Gujarat highcourt, Gujarati news