અસલાલીમાં લાશના ટુકડા મળવાનો મામલો, પોલીસે મૃતકનું માથું શોધવા કેનાલ ફેદી નાખી

કેનાલમાં કચરો અને પાણીની આવકને કારણે માથું શોધવું પોલીસ માટે ચેલેન્જ

News18 Gujarati
Updated: November 10, 2019, 5:55 PM IST
અસલાલીમાં લાશના ટુકડા મળવાનો મામલો, પોલીસે મૃતકનું માથું શોધવા કેનાલ ફેદી નાખી
મરનારનું માથું શોધવા માટે પોલીસે રામોલ કેનાલમાં સર્ચ કર્યું
News18 Gujarati
Updated: November 10, 2019, 5:55 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ હત્યા કર્યા બાદ કોથળામાં લાશના ટુકડા કરી અસલાલી હાઇવે પર ફેંકી જનાર હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. તે કેસમાં હવે અસલાલી પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું છે. મરનારનું માથું શોધવા માટે પોલીસે રામોલ કેનાલમાં સર્ચ કર્યું હતું.

ગોમતીપુરનાં યુવક શાકીર મલેક ની હત્યા કરીને આરોપીએ તેના ટુકડા કરીને નાખ્યા હતા. પોલીસને 200 ફૂટ રીંગ રોડ પરથી મૃતકના હાથ અને પગ અને ધડ મળી આવ્યું હતું. પરંતુ હજુ સુધી મરનારનું માથું પોલીસને મળી આવ્યું નથી અને તેના માટે પોલીસે આરોપીને સાથે રાખીને કેનાલમાં મૃતકનું માથું શોધવા માટે ટીમો દ્વારા કેનાલમાં સર્ચ શરૂ કર્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ: આરોગ્ય વિભાગના નવા નિયમ સામે હોટલ માલિકોનો રોષ, મુખ્યમંત્રીને કરશે રજૂઆત

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું હતું કે ધંધાકીય અદાવતમાં આરોપી ફારુખ શેખે પોતાના મિત્રની ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી તેની લાશના ટુકડા કરી નાખ્યા હતા. ગુનાનો ભેદના ઉકેલાય તેના માટે આરોપીએ શાકીર મલેકનું માથું કાપીને રામોલની ખારીકેટ કેનાલમાં નાખી દીધું હતું. જેને શોધવા માટે ફાયરના કર્મચારીઓને કેનાલમાં ઉતારવામાં આવ્યા હતા. આરોપીએ જે જગ્યાએ માથું નાખ્યું હતું તે કેનાલનું પાણી બંધ કરીને શોધવાના પ્રયત્ન પોલીસ કરી રહી છે. મરનારના કપડાં અને પાકીટ અને માથું શોધવા માટે પોલીસ મહેનત કરી રહી છે પરંતુ કેનાલમાં અતિશય ગંદકી અને કેમિકલનું પાણી હોવાથી પોલીસ માટે મરનારનું માથું શોધવું ચેલેન્જ સમાન છે.
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...