અમદાવાદ : અમદાવાદ : જે રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીની (Local body Election) મતગણતરી (Gujarat Municipal corporation election 2021 Results) સમાપ્ત થઈ છે. રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે,આ સાથે જ રાજ્યમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટી તો અમદાવાદમાં અસદુદ્દીન ઔવેસીની AIMIMને 7 બેઠકો જીતવામાં સફળતા મળી છે.
ઔવેસીને અમદાવાદના જમાલપુરા વોર્ડમાં તમામ 4 બેઠકો તેમજ મક્તમપુરામાં 3 બેઠકો જીતવામાં સફળતા મળી છે. જોકે, બહેરામપુરામાં ઔવેસીની પાર્ટીની જીત થશે તેવું લાગી રહ્યુ હતું પરંતુ ત્યા હાર થઈ છે. જમાલપુરમાં અફસાનાબાનુ નસીરુદ્દીન ચિશ્તી, મુસ્તાક ખાદીવાલા, બીનાબેન પરમાર, મોહમદ રફીક શેખની જીત થઈ છે. તો મક્તમપુરામાં પણ ઔવેસીના ત્રણ ઉમેદવારોની જીત થતા કુલ 7 બેઠકો પર ઔવેસીનો પતંગ ઉડ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાત બીજેપીનો ગઢ છે અને હાલ આ ગઢમાં કોઈ સેંધ મારી શકે તેમ નથી. મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતમાં બીજેપીનો જાદૂ તોડવા કોંગ્રેસ તો શું કોઈ વિપક્ષી દળની વાત નથી.
કોંગ્રેસને કેમ થયું નુકસાન?
સુરતમાં 2015ની ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસને નુકસાન થયું છે. પાટીદાર આરક્ષણ સમિતી (પાસે)એ ચૂંટણી પહેલા કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. આદ આદમી પાર્ટીએ મોટી ચાલ ચાલતા પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તે જ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને પ્રચાર કર્યો હતો. આ જ કારણે આમ આદમી પાર્ટી સુરતમાં કોંગ્રેસથી પણ આગળ નીકળી ગઈ છે. ગત વખતની ચૂંટણીમાં સુરતમાં બીજેપીને 120 સીટોમાંથી 80 અને કોંગ્રેસને 36 સીટો મળી હતી.
ગત વર્ષે જુલાઈમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ કમિટીનો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચિત થયેલા હાર્દિકે આખા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ઘણો પ્રચાર કર્યો હતો. જોકે પરિણામ સ્પષ્ટ છે કે હાર્દિકનો દાવ પણ સફળ રહ્યો નથી.
AAPનું વધ્યું કદ
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું કદ વધ્યું છે. આમ આદમી પાર્ટી પોતાનો આધાર વધારવા માટે આ જીત કોઈ બુસ્ટરથી ઓછી નથી. કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાની બધી તાકાત ઝોકી દીધી હતી પણ તેને સફળતા મળી નથી. બીજી તરફ AAPના પરિણામ ઉત્સાહજનક છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર