Home /News /ahmedabad /જેઠાણી ઘર છોડીને જતી રહેતા જેઠ સાથે સંબંધ રાખવા દેરાણી પર દબાણ, જાણો શું છે હકીકત!

જેઠાણી ઘર છોડીને જતી રહેતા જેઠ સાથે સંબંધ રાખવા દેરાણી પર દબાણ, જાણો શું છે હકીકત!

યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

Ahmedabad Domestic Violence: અમદાવાદની એક યુવતીને તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ લગ્ન પહેલા તેની પાસે લોન લેવડાવી પૈસા લીધા હતા. આ સાથે જ યુવતીના જેઠની પત્ની તેને મૂકીને જતી રહેતા આ યુવતીને જેઠ સાથે શરીર સંબંધો રાખવા દબાણ કરાતું હતું.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદમાં ઘરેલું હિંસાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીને તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ લગ્ન પહેલા તેની પાસે લોન લેવડાવી પૈસા લીધા હતા. યુવતીના સસરાનું મૃત્યુ થતા તેના પગલાં ખરાબ હોવાથી ઘટના બની હોવાનું કહી તેને ત્રાસ આપ્યો હતો. આટલું જ નહિં યુવતીના જેઠની પત્ની તેને મૂકીને જતી રહેતા આ યુવતીને જેઠ સાથે શરીર સંબંધો રાખવા દબાણ કરાતું હતું. આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2020માં ફેસબુક મારફતે એક યુવક સાથે સંપર્ક થયો


અમદાવાદ શહેરના સાબરમતીમાં રહેતી 32 વર્ષીય યુવતી હાલ તેની બહેન અને માતા-પિતા સાથે રહે છે. તે યુવતી બેંગલોર પુનાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2020માં યુવતીને ફેસબુક મારફતે એક યુવક સાથે સંપર્ક થયો હતો અને બંને એકબીજા સાથે વાત કરતા હતા. ત્યારબાદ યુવક આ યુવતીના ઘરે ગયેલો અને યુવતીના ઘરના સભ્યો સાથે મુલાકાત કરી હતી. બાદમાં યુવકે લગ્ન કરવા માટે યુવતીને પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બન્નેનો સંપર્ક વધારે ગાઢ થતા બન્ને ફોન ઉપર વાતચીત કરતા તેમજ રૂબરૂ મળતા હતા.

આ પણ વાંચો: ઇસુદાન ગઢવી બન્યા ગુજરાતમાં આપનો મુખ્યમંત્રીનો ચહેરો

યુવતીએ 2021માં પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા


યુવતી એક વખત મહારાષ્ટ્રના પુનામાં આવેલા યુવકના ઘરે પણ ગઈ હતી. ત્યારે યુવકે લગ્ન કરવા યુવતી પાસે રૂપિયા 4.50 લાખની લોન લેવા માટે કહ્યું અને લગ્ન કર્યા બાદ આ લોનના પૈસા ચુકવી દેશે તેવી વાત કરી હતી. જેથી યુવતીએ પોણા ચારેક લાખની લોન લીધી અને તે લોનના પૈસામાંથી 3.20 લાખ યુવકને લગ્ન પહેલા આપ્યા હતા. ત્યારબાદ યુવક અને યુવતીએ વર્ષ 2021માં ઓલ્ડ મુંબઈ પુના હાઇવે પર સંબંધીઓ અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

પરિણીતાને શારીરિક તેમજ માનસીક ત્રાસ આપવા લાગ્યા


ઉલ્લેખનીય છે કે, લગ્નના થોડા દિવસ સુધી પતિ સહિતના લોકોએ યુવતીને સારી રીતે રાખી હતીય પરંતુ ત્યારબાદ પતિ તેમજ સાસરિયાઓ નાની નાની બાબતોમાં મહેણાંટોણાં મારતા હતા. યુવતીના જણાવ્યા પ્રમાણે લગ્ન સમયે પિયરજનોએ યુવતીને ત્રેવીસેક લાખના દાગીના આપ્યા હતા. પરંતુ તે દાગીના સાસરિયાઓએ પોતાની પાસે રાખી લીધા અને પિયરમાંથી કંઈ કરિયાવર કે દરદાગીના આપેલ નથી તેમ કહી પરિણીતાને શારીરિક તેમજ માનસીક ત્રાસ આપવા લાગ્યા હતા. આમ પરિણીતા ઘરેલુ હિંસાનો ભોગ બન્યા બાદ પોલીસ મથકે પહોચીને પતિ તેમજ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વાસણા બેરેજ પાસેથી યુવકની વિકૃત લાશ મળી, હત્યાની આશંકા 

જેઠ સાથે સબંધ રાખવા બાબતે સાસરિયાઓનું દબાણ


વિગતો પ્રમાણે યુવતીના સસરા બિમાર થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે 5 લાખ લાવાનું કહીને ઝગડો કર્યો હતો. ત્યારબાદ સસરાનું મૃત્યુ થતા યુવતીનો પતિ, સાસુ અને જેઠ તેને અવાર નવાર મેણાંટોણાં મારતા કે તારા પગલા આ ઘરમાં પડવાથી તેઓ મરી ગયા છે. આ ઘટના બાદ સાસરિયાઓએ માર મારતા યુવતીએ પુનાના પિંપરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. યુવતીના જેઠની પત્ની તેઓને છોડીને જતી રહેતા આ યુવતીને જેઠ સાથે સબંધ રાખવા બાબતે સાસરિયાઓ દબાણ કરતા હતા.

વારંવાર બોલાચાલી બાદ ઝગડો કરવામાં આવતો


ફરિયાદ પ્રમાણે એક દિવસ યુવતીએ તેની સાસુને કહ્યું કે, તેની નણંદની મિત્ર સાથે તેના પતિનું અફેર છે. આ સાંભળૂીને સાસુએ એકદમ ઉશ્કેરાઇ મારા છોકરાની વહું તો એ જ રહેશે તેમ જણાવી બોલાચાલી બાદ ઝગડો કર્યો હતો. યુવતીને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે પણ સાસરિયાઓ તેને ઘરમાંથી નીકળી જવાનું કહી ઝઘડો કરી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધી હતી. જેથી દહેજ ભુખ્યા સાસરિયાઓથી કંટાળી યુવતીએ આ અંગે ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Domestic crime, Domestic violence, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन