કેજરીવાલની ચોખવટ,કહ્યું- હું નહી બનુ પંજાબનો સીએમ,વાયદા પુરા કરાવવાનું કામ મારુ

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 8:05 PM IST
કેજરીવાલની ચોખવટ,કહ્યું- હું નહી બનુ પંજાબનો સીએમ,વાયદા પુરા કરાવવાનું કામ મારુ
પટિયાલાઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી જશે તો પંજાબના મુખ્યમંત્રી રાજ્યનો કોઇ વ્યક્તિ જ બનશે. કેજરીવાલે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના મંગળવારે અપાયેલા નિવેદન પછી મચેલા રાજકીય ભૂકંપ મામલે ચોખવટ કરવી પડી હતી. અને પટિયાલાની રેલીમાં આ વાત કહી હતી. સિસોદિયાએ મંગળવારે મોહીલી અને આનંદપુર સાહિબમાં રેલી દરમિયાન કહ્યુ હતું કે પંજાબના લોકોએ એ કેજરીવાલને મુખ્યમંત્રી સમજીને વોટ આપવો જોઇએ.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 8:05 PM IST
પટિયાલાઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી જશે તો પંજાબના મુખ્યમંત્રી રાજ્યનો કોઇ વ્યક્તિ જ બનશે. કેજરીવાલે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના મંગળવારે અપાયેલા નિવેદન પછી મચેલા રાજકીય ભૂકંપ મામલે ચોખવટ કરવી પડી હતી. અને પટિયાલાની રેલીમાં આ વાત કહી હતી.
સિસોદિયાએ મંગળવારે મોહીલી અને આનંદપુર સાહિબમાં રેલી દરમિયાન કહ્યુ હતું કે પંજાબના લોકોએ એ કેજરીવાલને મુખ્યમંત્રી સમજીને વોટ આપવો જોઇએ.
કેજરીવાલે કહ્યુ કે તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને દિલ્હીની જનતાની સેવા કરવા કટિબદ્ધ છે. કેજરીવાલે કહ્યુ કે પંજાબના મુખ્યમંત્રી કોઇ પણ બને પરંતુ મારી જવાબદારી હશે કે પંજાબની જનતા સાથે કરાયેલા દરેક વાયદા પુરા કરાવીશ.
નોધનીય છે કે સિસોદિયાના નિવેદન પછી શિરોમણી અકાલી દળ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપ પર નિશાન સાધ્યુ હતું. પાર્ટીઓએ કહ્યુ હતું કે રાજ્ય બહારના વ્યક્તિને પંજાબના મુખ્યમંત્રી પદ માટે ઉતારવાના આપના ગુપ્ત એજન્ટાનો પર્દાફાશ થયો છે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर