Home /News /ahmedabad /Gujarat Election 2022: 'આપ'ની અમદાવાદ ઓફિસ પર સર્ચ ઓપરેશનનો આક્ષેપ, અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ગુજરાતમાં આપની આંધી'
Gujarat Election 2022: 'આપ'ની અમદાવાદ ઓફિસ પર સર્ચ ઓપરેશનનો આક્ષેપ, અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ગુજરાતમાં આપની આંધી'
ફાઇલ તસવીર
Arvind Kejrival in Gujarat : અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે.'
અમદાવાદ: રાજ્યમાં હવે ચૂંટણીને થોડો જ સમય બાકી છે ત્યારે પક્ષ-વિપક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાના શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવીને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે દરોડા પાડ્યા છે. બે કલાક તપાસ કરીને પોલીસ જતા રહ્યા છે. તેમને કાંઇ મળ્યું નથી. જોકે, આ આરોપ સામે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયાને જણાવ્યુ છે કે, શહેરની એક પણ પોલીસની ટીમે આમ આદમી પાર્ટીની ઓફિસામાં દરોડા કે સર્ચ ઓપરેશન કર્યુ નથી. આ અંગેની શહેર પોલીસને જાણ નથી.
આપના ઇસુદાન ગઢવીએ રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યુ હતુ કે, 'કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.'
જેને રિટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં કાંઇ મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઇ મળ્યું નથી. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.'
गुजरात की जनता से मिल रहे अपार समर्थन से भाजपा बुरी तरह बौखला गयी है। “आप” के पक्ष में गुजरात में आँधी चल रही है
दिल्ली के बाद अब गुजरात में भी रेड करनी शुरू कर दी। दिल्ली में कुछ नहीं मिला, गुजरात में भी कुछ नहीं मिला
ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.