Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાતમાં ફ્રી વીજળી આપવા અંગે અરવિંદ કેજરીલાલે કરી મોટી જાહેરાત
Gujarat Election 2022: ગુજરાતમાં ફ્રી વીજળી આપવા અંગે અરવિંદ કેજરીલાલે કરી મોટી જાહેરાત
અરવિંદ કેજરીવાલ
Arvind Kejriwal in Gujarat: 'પહેલા દિલ્હી સરકાર ખોટમાં ચાલતી હતી હાલ નફામાં ચાલી રહી છે. 7 વર્ષથી દિલ્હીમાં વીજળીના ભાવ વધ્યા નથી. હું જ્યાં જાઉં છું ત્યાં પૂરો અભ્યાસ કરીને જાઉં છું.'
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક આવતા રાજકીય પક્ષો રાજ્યમાં સભા, સંવાદ અને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી (AAP) પણ બાકાત રહી નથી. ગુજરાતમાં બે દિવસથી લોકોને સંબોધી રહેલા આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) અમદાવાદમાં લોકો સાથે વીજળી મુદ્દે સંવાદ કર્યો. વીજળી મુદ્દે મુશ્કેલી વેઠી રહેલા લોકોના પ્રશ્નઓ સાંભળ્યા. બાદમાં લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલએ ગુજરાતમાં પણ વીજળી મફત મળી શકે અને હું તેનું સમાધાન લઈ આવતા રવિવારે ફરી ગુજરાત આવવાની જાહેરાત કરી છે.
સાથે સાથે હવે દર અઠવાડિયે ગુજરાત આવી અલગ અલગ મુદ્દાઓ પર સંવાદ કરવાની જાહેરાત પણ અરવિંદ કેજરીવાલએ કરી છે. દિલ્હીના CM અને AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. મિશન 2022 ને લઇ કેજરીવાલનો ગુજરાતમાં પ્રચાર તેઓ કરી રહ્યા છે. સતત બીજે દિવસે કેજરીવાલના ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ વીજળી પર જનસંવાદ કર્યો. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળીનું કાર્ડ કેજરીવાલ અપનાવી રહ્યા છે.
તેઓએ જણાવ્યું કે, અમે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે જે અમે કહીએ છીએ એ કરીને બતાવીએ છીએ. અમારા કાર્યકરો દોઢ વર્ષથી ગુજરાતના ગામમાં ફરી રહ્યા છે અહીંના લોકો તકલીફમાં છે. ગુજરાતમાં આટલી મોંઘી વીજળી કેમ છે. ગુજરાતમાં મંત્રી જલસા કરે છે તેમના ઘરે ઓફિસમાં વીજળી ફ્રી મળે છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. જે સુવિધા મંત્રીને મળે તે જનતાને મળવી જોઈએ. અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે એ કામ ગુજરાતમાં પણ કરવા માંગીએ છીએ.
પહેલા દિલ્હી સરકાર ખોટમાં ચાલતી હતી હાલ નફામાં ચાલી રહી છે. 7 વર્ષથી દિલ્હીમાં વીજળીના ભાવ વધ્યા નથી. હું જ્યાં જાઉં છું ત્યાં પૂરો અભ્યાસ કરીને જાઉં છું. બિલ વધુ કેમ આવે છે કારણ કે, 70થી 80 ટકા લોકોના બિલ ખોટા આવે છે અને ગરીબ માણસો ધક્કા ખાધા કરે છે.
" isDesktop="true" id="1225082" >
વીજળી બિલ ઓછું કરવા રૂપિયા માંગવામાં આવે છે. દિલ્હીમાં 73 ટકા લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. પંજાબમાં 80 ટકા લોકોને વીજળી બિલ ઝીરો આવશે. 24 કલાક ફ્રી વીજળી કેમ કરવી એ મને આવડે છે. ગુજરાતમાં વીજળી ફ્રી થઈ શકે, 24 કલાક વીજળી મળી શકે. શરત એ જ છે કેે, રાજનીતિ બદલવી પડશે. હું રવિવારે ફરી આવીશ અને ગુજરાતમાં ફ્રી વીજળીનું સમાધાન લઈને આવીશ.