Arvind Kejriwal: અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની ગર્જના, ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી
Arvind Kejriwal: અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની ગર્જના, ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે.
આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. જેમા નવા પદાધિકારીઓને શપથ લેવરાવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, ગુજરાતની જનતાની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે ((Arvind Kejriwal in Gujarat) છે. અમદાવાદ (Ahmedabad)માં તેમણે નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન (Gujarat AAP)ના 6988 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કોઇ રેલી નથી આ અમારી પાર્ટીના પદાધિકારીઓ છે જેઓ આજે શપથ લેવા જઇ રહ્યા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આટલા ઓછા સમયમાં ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં સંગઠન બનવું કોઇ સામાન્ય વાત નથી અને આટલી મોટી સંખ્યામાં લોકો આપ પાર્ટી સાથે જોડાતા સ્પષ્ટ થાય છે કે, હવે ગુજરાતના સમાન્ય નાગરીકોથી લઇ મહિલાઓ આમ આદમી પાર્ટીનો સાથ માંગી રહ્યા છે. તેઓ ગુજરાતમાં બદલાવ ઇચ્છી રહ્યા છે. આ માટે આજે હું મારી પાર્ટીના 6988 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવીશ અને તે શપથ હશે દેશ સેવાની.
गुजरात में आम आदमी पार्टी के संगठन का बहुत बड़े स्तर पर विस्तार हुआ है। आज 6988 पदाधिकारियों को ईमानदारी से लोगों की सेवा करने की शपथ दिलवाई। “आप” ज़मीन पर लोगों के बीच काम कर रही है। रोज़ हज़ारों लोग जुड़ रहे हैं। https://t.co/b0ES0SCRPD
અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ત કરતા લખ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મોટા પાયે વિસ્તર્યું છે. આજે 6988 પદાધિકારીઓને પ્રામાણિકપણે લોકોની સેવા કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. "આપ" જમીન પર લોકો વચ્ચે કામ કરી રહી છે. જેમાં દરરોજ હજારો લોકો જોડાઈ રહ્યા છે.
આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. જેમા નવા પદાધિકારીઓને શપથ લેવરાવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, ગુજરાતની જનતાની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ સભા સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી પર વાર કરતા કહ્યું હતું કે, હવે ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી અને આગામી સમયમાં અમારા કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી પહોંચી જશે અને એક મહિનાની અંદર અમારા કાર્યકર્તાઓ ભાજપના સંગઠન કરતા પણ મોટા થઇ જશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર