હવે અરૂણ જેટલી પર દિકરીને લાભ પહોંચાડવાનો આરોપ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
હવે અરૂણ જેટલી પર દિકરીને લાભ પહોંચાડવાનો આરોપ
નવી દિલ્હી# ડીડીસીએ માં કથિત ગોટાળાને લઇને ભાજપના સાંસદ કીર્તિ આઝાદ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વાર સહન કરી રહેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આ વખતે પંજાબ પોલીસના પૂર્વ મહાનિર્દેશક અને ભારતીય હોકી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ કેપીએસ ગિલે અરૂણ જેટલી પર આરોપ લગાવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી# ડીડીસીએ માં કથિત ગોટાળાને લઇને ભાજપના સાંસદ કીર્તિ આઝાદ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વાર સહન કરી રહેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આ વખતે પંજાબ પોલીસના પૂર્વ મહાનિર્દેશક અને ભારતીય હોકી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ કેપીએસ ગિલે અરૂણ જેટલી પર આરોપ લગાવ્યો છે. ગિલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને લખેલી ચિઠ્ઠીમાં આરોપ લગાવ્યો છે કે, જેટલીએ એડ્વાઇઝરી કમિટીના સભ્ય રહેતા પોતાની દિકરી સોનાલી જેટલીને હોકી ઇન્ડિયામાં વકીલ બનાવી અને દિકરીને ફીસના રૂપમાં મોટી રકમ પણ ઉપલબ્ધ કરાઇ હતી. ગિલે કેજરીવાલને હોકી ઇન્ડિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ડીડીસીએ માં કથિત ગોટાળાના મામલામાં આરોપોનો સામનો કરી રહેલા અરૂણ જેટલીએ આમ આદમી પાર્ટીના 6 નેતાઓ પર માનહાનિનો દાવો કર્યો છે. આ 6 નેતાઓમાં દિલ્હીના સીએમ કેજરીવાલનું પણ નામ છે. આ તમામ લોકોએ ડીડીસીએ માં કથિત ગોટાળાને લઇને જેટલી પર આરોપ લગાવ્યો હતો.
First published: December 23, 2015
વધુ વાંચો
अगली ख़बर