અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં મીનાકુમારી દામરે એ ઘરમાં જોવા મળતી વસ્તુઓ સાથે કિચન સેટની કલા રજૂ કરી છે. આ પ્રદર્શનમાં શહેરી જીવનને નજીકથી બતાવ્યું છે. જ્યાં ચા ના કપ પર વાર્તાઓ કહેવામાં આવે છે.
Parth Patel, Ahmedabad: ચા એક એવું પીણું છે. જેનો સ્વાદ માણતા લોકો એકબીજાના સુખ-દુ:ખની વાતો અને મજાક-મસ્તી કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં મીના કુમારી દામરે એ ઘરમાં જોવા મળતી વસ્તુઓ સાથે કિચન સેટની કલા રજૂ કરી છે. ચા ની કીટલીમાં એક તરફ ડાઈનિંગ ટેબલ પર ચા સાથે ચર્ચા કરતા યુવાન અને બીજી તરફ રીડીંગ કરતો યુવાન દર્શાવતું સ્કલ્પચર બનાવ્યું છે.
સ્લાઈસ ઓફ લાઈફની વાસ્તવિકતાને ઘર, વારસો અને મેમરીની શોધ દ્વારા દર્શાવી
મીનાકુમારી દામરેએ જણાવ્યું હતું કે, મૂળ આંધ્ર પ્રદેશના વતની છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 2000 માં MFA અને 1997 માં BFA નો અભ્યાસ કર્યો છે.
અહીં તેમણે સ્લાઈસ ઓફ લાઈફ આધારિત પેઈન્ટિંગ રજૂ કર્યા છે. જેમાં ઘર, વારસો અને મેમરીની શોધને દર્શાવી છે. સામૂહિક અને વ્યક્તિગત યાદોને પ્રતિબિંબિત કરીને તેમની કળાને ઉચ્ચ વાસ્તવિકતામાં રજૂ કરી છે.
મીના કુમારી દામરે જણાવ્યું હતું કે, તેમના સ્ટુડિયોમાં તેમના પોતાના અંગત ભૌતિક ઇતિહાસ પર એક પ્રિય રમકડું અથવા સંભારણું પ્રવાસ પર લેવામાં આવ્યું છે.
સ્ટુડિયોમાં કુશળતાપૂર્વક ભૂતકાળને કેનવાસ પર સ્થાનાંતરિત કર્યું છે. આ પ્રદર્શન એ શહેરી જીવનને નજીકથી બતાવ્યું છે. જ્યાં ચા ના કપ પર વાર્તાઓ કહેવામાં આવે છે.
ખાદી માત્ર ફેબ્રિક નથી. પરંતુ તે એક વિચારધારા સાથે કે જેણે રાષ્ટ્રને આકાર આપ્યો છે. સ્લાઈસ ઓફ લાઈફ આપણને એવી દુનિયા વિશે જણાવે છે. જ્યાં પક્ષીઓ ચિત્રની ફ્રેમમાં ઉડે છે અને મગમાંથી પીવે છે. એક જટિલ રચના છે.
અહીં એક્રેલિકથી લઈને ઓઈલ સુધીના વિવિધ માધ્યમો સાથે કામ કરીને તેમણે દર્શકોને તેમના કાર્યો અને અનુભવ રજૂ કર્યા છે. અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પુરસ્કારો જીત્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.