8 કરોડના લાલ ચંદનની હેરાફેરીમાં ત્રણને જેલમાં ધકેલાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
8 કરોડના લાલ ચંદનની હેરાફેરીમાં ત્રણને જેલમાં ધકેલાયા
અમદાવાદઃડિરેકટોરેટ રેવન્યુ ઓફ ઈન્ટેલિજન્સે રકતચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.મુંબઈથી કન્ટેનરમાં મોકલાયેલા 8 કરોડની કિંમતના રકતચંદનના જથ્થાને વાસદ ચોકડી પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃડિરેકટોરેટ રેવન્યુ ઓફ ઈન્ટેલિજન્સે રકતચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.મુંબઈથી કન્ટેનરમાં મોકલાયેલા 8 કરોડની કિંમતના રકતચંદનના જથ્થાને વાસદ ચોકડી પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.
ડીઆરઆઈની ટીમે રકતચંદનની દાણચોરીના રેકેટમાં ત્રણ શખસો તૌકીર આલમ, ડૉકટર વસીમ અને ફકરે આલમની ધરપકડ કરી હતી.તૌકીર આલમની અગાઉ પણ રકતચંદનની દાણચોરીના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.દાણચોરી કેસમાં પકડાયેલા આરોપીઓને ડીઆરઆઈએ કોર્ટમાં રજૂ કરતા તમામને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ટાઈલ્સની વચ્ચે રકતચંદનના જથ્થાને છુપાવીને મુંદ્રા પોર્ટ ખાતેથી ચીન મોકલવાનો હતો.અગાઉ રકતચંદનના આ જથ્થાને ગોવા તેમજ અન્ય પોર્ટ પરથી મોકલવામાં આરોપીઓ નિષ્ફળ રહ્યા હતા.અગાઉ પણ પકડાયેલા આરોપીઓ તેમજ આ કેસમાં સંડોવાયેલો વિજય પુજારી રકતચંદનની દાણચોરી કરી ચૂકયા છે.
 
First published: March 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर